19th February 2019 Top Headline
  • Home
  • Gujarat
  • News @12 PM: આતંકીઓને સેનાની ચેતવણી- સરેન્ડર કરે અથવા તો ગોળી સહિતના સમાચાર

News @12 PM: આતંકીઓને સેનાની ચેતવણી- સરેન્ડર કરે અથવા તો ગોળી સહિતના સમાચાર

 | 11:58 am IST

પુલવામામાં આતંકી હુમલાને લઇ ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુકત પત્રકાર પરિષદ કરી તથા ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સતત બીજા દિવસે દેશના બીજા એક સપૂતને અંતિમ વિદાય અને  આતંકીઓએ હુમલા માટે તીવ્ર ક્ષમતાવાળા મિલિટરી ગ્રેડ વિસ્ફોટક (RDX)નો ઉપયોગ કર્યો હતો તેમજ આજે નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યનું 4 મહિનાનું વચગાળાનું બજેટ રજૂ કરશે સહિતના મહત્વનાં સમાચાર એક ક્લિકે પર.

વધુ વાંચવા ક્લિક કરો-1:પત્થરબાજોને સેનાની આખરી અને આકરી ચેતવણી- સરેન્ડ કરે અથવા તો ગોળી, પસંદ કરી લો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનના કાફલા પર આતંકી હુમલા અને એનકાઉન્ટરને લઇ મંગળવારના રોજ ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુકત પત્રકાર પરિષદ કરી. આ દરમ્યાન લેફ્ટિનેંટ જનરલના જે.એસ.ઢિલ્લન જીઓસી, 15મી કોરે કહ્યું કે પુલવામામાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો. તેને પાકિસ્તાનથી ઓપરેટ કરાયું.

વધુ વાંચવા ક્લિક કરો-2:પુલવામા હુમલામાં શહીદ મેજર વિભૂતિ અનંતની વાટે, પત્નીએ ભીની આંખે આપી સલામી

નમ આંખો અને વરસાદની વચ્ચે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સતત બીજા દિવસે દેશના બીજા એક સપૂતને અંતિમ વિદાય આપવામાં આવી. કાશ્મીરમાં શહાદત આપનાર મેજર ચિત્રેશ બાદ આજે મેજર વિભૂતિ શંકર ઢૌંડિયાલ પોતાની અંતિમ સફર પર નીકળ્યા. તેઓ સોમવારના રોજ પુલવામા અથડામણમાં શહીદ થયા હતા. ‘ભારત માતા કી જય’ અને પાકિસ્તાની વિરોધી નારા લાગતા હજારો લોકોની ભીડ તેમણે સલામી આપી રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-3:પુલવામામાં આતંકી હુમલામાં ખૂલ્યું પાકિસ્તાની કનેકશન! પાક.ની સંડોવણીનો મળ્યો નક્કર ‘પુરાવો’

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ હુમલા માટે તીવ્ર ક્ષમતાવાળા મિલિટરી ગ્રેડ વિસ્ફોટક (RDX)નો ઉપયોગ કર્યો હતો. આ વિસ્ફોટક આતંકીઓને પાકિસ્તાની ડિફેન્સ ફોર્સીસ દ્વારા મળ્યા હતા. આ અગત્યનો ખુલાસો ફોરેન્સિક એક્સપર્ટસે કર્યો છે. આપને જણાવી દઇએ કે પુલાવામામાં થયેલ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઇ ગયા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-4: નાયબ મુખ્યમંત્રી રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કરશે, મોટાપાયે રાહતનો ધોધ વહે તેવી સંભાવના

આજે નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યનું 4 મહિનાનું વચગાળાનું બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભા સત્રમાં વચગાળાનું અંદાજપત્ર રજૂ થશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચગાળાનું અંદાજપત્ર રજૂ કરશે. વચગાળાના અંદાજપત્ર પહેલા એક કલાક પ્રશ્નોત્તરી થશે.

વધુ વાંચવા ક્લિક કરો-5: હવસખોર ડોક્ટર યશેષ દલાલ ઝડપાયો, પોલીસને જોઇ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો

ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં છેલ્લા એક સપ્તાહથી નાસતા ફરતાં અકોટાના લંપટ ન્યુરોસર્જન ડો. યશેષ દલાલને સોમવારે મોડીસાંજે મુંબઈ મલબરા હીલ ખાતે આવેલા સબંધીના ફ્લેટમાંથી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો હતો. પોલીસના સકંજામાં આવતાં જ ડો. દલાલ રડી પડયો હતો.

વધુ વાંચવા ક્લિક કરો-6: વડાપ્રધાન મોદી પ્રિન્ટની સાડીએ ધૂમ મચાવતા કોંગ્રેસે કરી આવી નકલ

તાજેતરમાં પ્રસિધ્ધ થએલા મોદી સાડીના અહેવાલો પછી કોંગ્રેસના ખેમામાં અનુકરણની સ્પર્ધાનો ઉચાટ દેખાયો છે. કોંગ્રેસ સમર્થક કેટલાક સોશ્યલ મિડીયા ગૃપમાં પ્રિયંકાજી અને ઇન્દિરા ગાંધીની તસવીરોવાળી પ્રિન્ટ સાડી વાઇરલ થઇ રહી છે. અલબત વાસ્તવિકતાની તપાસ કરતા આવી સાડીઓ બજારમાં કયાંય જોવા મળતી નથી.

વધુ વાંચવા ક્લિક કરો-7:નેશનલ પરીક્ષાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પાછળ ના રહી જાય તે માટે લેવાઓ આ નિર્ણય

ગુજરાતની સ્કૂલોમાં એનસીઈઆરટીનો અભ્યાસક્રમ ક્રમશઃ લાગુ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આગામી વર્ષ-2૦19ના નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ.1થી 12ના તમામ માધ્યમોમાં 229 જેટલી ચોપડીઓ બદલાશે તેવુ શિક્ષણ બોર્ડના સુત્રો જણાવી રહ્યાં છે. ગુજરાતી માધ્યમમા ધોરણ.9થી 12 અને ધોરણ.2, 4, અને 6ના મળીને કુલ 37 પુસ્તકો બદલાશે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ધોરણ.1થી 12ના 54 જેટલા પાઠયપુસ્તકો નવા લાગુ કરાશે.

વધુ વાંચવા ક્લિક કરો-8: શેરબજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 105 પોઈન્ટની તેજી, નિફ્ટી 10666ના સ્તર પર

મંગળવારે કારોબારી સત્રમાં ભા્રતીય શેરબજારમાં સારી શરૂઆત કરી છે. સવારે 9 કલાક 20 મિનીટ પર સેન્સેક્સ 105 પોઈન્ટની તેજી સાથે 35,603 અને નિફ્ટી 25 પોઈન્ટની તેજી સાથે 10,666 પર કારોબાર કરી રહ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: હવે તમામ કટોકટી સેવાઓ માટે એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે

હવે તમે કોઈ પણ ઇમરજન્સી સેવાઓ માટે 112 ડાયલ કરી શકે છે અથવા તમારા સ્માર્ટફોનના પાવર બટનને ત્રણ વાર દબાવી શકો છો. આ ઉપરાંત નોર્મલ મોબાઇલમાં 5 અથવા 9 નંબરોને લોન્ગ પ્રેસ કરો, આ ઇમરજન્સી નંબર 112 એક્ટિવેટ થઇ જશે. અત્યાર સુધી પોલીસ (100), હોસ્પિટલ (108), વ્યક્તિગત સેવા માટે 1090 અને ફાયરસ્ટેશન 101 જેવા જરૂરી નંબરથી અલગ-અલગ સેવા મેળવી શકતા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-10: પુલવામા થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના મહામુકાબલા પર સંકટના વાદળ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ICC વર્લ્ડ કપના મહામુકાબલાનો ઇંતજાર સમગ્ર દુનિયાના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી કરી રહ્યા હતા. પુલવામા આતંકી હુમલા પછી હવે આ મેચ પર સંકટના વાદળો ઘેરાયા છે અને સ્વાભાવિક છે કે આવુ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન