૧૯મા આઇફા એવોર્ડમાં જોવા મળશે રેખાનું સંમોહિત કરનારું પર્ફોર્મન્સ  - Sandesh
NIFTY 10,856.70 +13.85  |  SENSEX 35,739.16 +46.64  |  USD 67.6425 +0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ૧૯મા આઇફા એવોર્ડમાં જોવા મળશે રેખાનું સંમોહિત કરનારું પર્ફોર્મન્સ 

૧૯મા આઇફા એવોર્ડમાં જોવા મળશે રેખાનું સંમોહિત કરનારું પર્ફોર્મન્સ 

 | 1:11 am IST

૨૨થી ૨૪ જૂન દરમિયાન બેંગકોકમાં યોજાનારા ૧૯મા આઇફા એવોર્ડની જાહેરાત મંગળવારે કરવામાં આવી હતી. આ વરસના આઇફા એવોર્ડનું આકર્ષણ હશે રેખાનું મેસ્મરાઇઝ કરતું પર્ફોર્મન્સ. રેખા ઉપરાંત રણબીર કપૂર, શાહિદ કપૂર, વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, અર્જુન કપૂર, બોબી દેઓલ,  ક્રિતિ સેનન અને યૂલિયા વંતૂર પણ પાવર-પેક્ડ પર્ફોર્મન્સ આપશે. એવોર્ડ ફંક્શનનું સંચાલન કરશે કરણ જોહર અને રિતેશ દેશમુખ. તો આઇફા રોક્સમાં સંગીતકાર-ગાયક પ્રીતમ ઉપરાંત શાલ્મલી ખોબ્રાગડે, અંતરા મિત્રા,નિકિતા, અમિત મિશ્રા ઉપરાંત વાણી કપૂર અને નુસરત ભરૂચા એનર્જેટિક પર્ફોર્મન્સ આપશે.