19th November 2019: Top Headline Till 3 PM
  • Home
  • Featured
  • [email protected]: DPS સ્કૂલ-નિત્યાનંદ આશ્રમનું રહસ્ય ખોલશે CCTV, ઓવૈસી મમતા દીદી પર ભડક્યા

[email protected]: DPS સ્કૂલ-નિત્યાનંદ આશ્રમનું રહસ્ય ખોલશે CCTV, ઓવૈસી મમતા દીદી પર ભડક્યા

 | 2:55 pm IST

અમદાવાદ શહેરને અડીને આવેલા હાથીજણ નજીક હીરાપુર ગામની સીમમાં DPS સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં શરૂ થયેલો સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞાપીઠમ આશ્રમ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આશ્રમ અને શિક્ષણ સાથે સાંઠગાંઠ ધરાવતા લોકોના કારણે શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની હોવા છતાં તંત્ર ચૂપ છે. સ્વામી નિત્યાનંદ આશ્રમ સાથે DPS સ્કૂલની સાંઠગાંઠ ખુલ્યા બાદ ફરી એકવખત DPS સ્કૂલ અને નિત્યાનંદ આશ્રમની વધુ એક સાંઠગાંઠ ખુલી છે. બીજીબાજુ મહારાષ્ટ્રમાં સરકારનું કોકડું વધુને વધુ ગૂંચાઇ રહ્યું છે. આ બધાની વચ્ચે મમતા બેનર્જી અને ઓવૈસીની વચ્ચે ‘લઘુમતી કટ્ટરતા’ને લઇ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: આ CCTV ખોલેશે નિત્યાનંદ આશ્રમનું રહસ્ય, DPS સ્કૂલની સાંઠગાંઠનો વધુ એક પુરાવો સામે આવ્યો

હાલ આશ્રમનું વધુ એક કારસ્તાન ખુલ્યું છે, જેમાં આશ્રમના બાળકો DPS સ્કૂલ બસમાં લઈ જવાતા હોવાનું સામે આવ્યું છે. પુષ્પક સીટીમાંથી આશ્રમના બાળકોને બસમાં લઈ જવાયા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. DPSની સ્કૂલ બસમાં આશ્રમના બાળકો હોવાના CCTV સામે આવ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: અમદાવાદીઓ માટે સૌથી મોટા ખુશખબર, આજથી ઘણા ખરા લોકોની મુશ્કેલીઓનો આવશે અંત

અમદાવાદીઓ માટે આજે એક મોટા ખુશખબર મળી રહ્યા છે. અમદાવાદનો મીઠાખળી અંડરપાસને ફરીથી લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-3:  ઓવૈસી બરાબરના ભડક્યા, મમતા દીદીને BJPને લઇ એવો પ્રશ્ન પૂછયો કે…

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ‘લઘુમતી કટ્ટરતા’ને લઇ આપવામાં આવેલા નિવેદન પર ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પૂછયું કે…

વધુ વાંચવા કરો ક્લિક-4: મહારાષ્ટ્રમાં સરકાર કયારે? રાઉત ‘દબાયેલા’ અવાજે બોલ્યા- ધીમે ધીમે બધી ખબર પડશે

શિવસેનાના નેતા સંજય રાઉતનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે અને રાષ્ટ્રપતિ શાસનની સમયમર્યાદા છ મહિનાની હોય છે. તેની પહેલાં રાજ્યમાં નવી સરકાર બની જશે. તેમણે કહ્યું કે…

વધુ વાંચવા કરો ક્લિક-5: ઇરાને કહ્યું – ભારત અમેરિકાથી ડરે છે, થોડીક વધુ હિંમત દેખાડો, કારણ કે…

ઇરાનના વિદેશ મંત્રી જાવેદ જરીફે કહ્યું છે કે ભારત અમેરિકાના દબાણમાં આવીને નિર્ણયો લઇ રહ્યું છે. જો કે તેમની આ ટિપ્પણી અમેરિકન પ્રતિબંધોના કારણે ભારતની ઇરાનમાંથી તેલની ખરીદી બંધ કરવાના નિર્ણયને લઇ હતી.

વધુ વાંચવા કરો ક્લિક-6: લ્યો બોલો…વધુ એક ક્રિકેટ ખેલાડી પર લાગ્યો આકરો પ્રતિબંધ, કરી હતી આ મસમોટી ભૂલ

થોડા દિવસ પહેલા બોલ ટેમ્પરિંગ મામલે વેસ્ટ ઇન્ડીઝનો બેટ્સમેન નિકોલસ પૂરન દોષી જાહેર થયો હતો જેના કારણે તેના પર 4 ટી20 મેચ રમવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે હવે વધુ એક ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: મધ્યમ વર્ગને મોદી સરકારની ભેટ! ‘આયુષ્માન ભારત’ ને લઈ શરૂ કરી આ ખાસ તૈયારી

દેશમાં મધ્યમ વર્ગના લોકોનું દિલ જીતવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને હવે મોદી સરકાર જલ્દી એક મોટો નિર્ણય લઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી વધુ સારી સુવિધા મધ્યમ વર્ગને આપવા માટે કેન્દ્ર સરકાર ખાસ તૈયારી કરી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: અંધારી રાત્રે માત્ર શર્ટ જ પહેરીને નીકળી હોટ મલાઈકા, જોઈને લોકોએ કરી અભદ્ર કોમેન્ટ્સ..!!

બોલિવૂડમાં પોતાના બોલ્ડ લૂક્સ અને ધમાકેદાર ડાન્સ માટે જાણીતી હીરોઈન મલાઈકા અરોડા લગભગ બે દિવસે તો કંઈક ચર્ચામાં હોય જ છે. ક્યારેક અર્જુન કપૂર સાથેના અફેરને લઈ તો ક્યારેક તેના કપડાંના કારણે. હવે ફરી એકવાર તે ટૂંકા કપડાંના કારણે લોકોના નિશાને ચડી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: અભિનંદનવાળી ગેમને ગૂગલે પણ કરી પસંદ, Best Game માટે કરવામાં આવી નોમિનેટ

ગૂગલે ઈન્ડિયન એરફોર્સની વીડિઓ ગેમ Indian Air Force: A Cut Aboveને Best Game-2019 યૂઝર્સ ચોઈસ કેટેગરીમાં નામાંકિત કરી છે. ભારતીય એરફોર્સ તેની પ્રથમ વીડિઓ ગેમની સફળતાથી ખૂબ જ ખુશ છે. એરફોર્સે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ વપરાશકર્તાઓને આ 3D  રમત માટે વોટ આપવા અપીલ કરી છે જેથી તે વપરાશકર્તાઓની પસંદગીની રમત કેટેગરી 2019નું બિરુદ મેળવી શકે.

વધુ વાંચવા કરો ક્લિક-10: ભૂલથી પણ ન લેશો આ દિવસે કરજ, દેવાના ડૂંગર તળે દબાઈ જતાં પેટ ભરીને પસ્તાશો!

જીવનમાં આર્થિક સંકટ આવે ત્યારે મન મારીને પણ ક્યારેક ઉધારી લેવી પડતી હોય છે. સંસારના ગાડાને ચલાવવા માટે જાતજાતની મહેનત કરવી પડે તે સ્વાભાવિક છે. આવામાં ક્યારેક કોઈ સામે હાથ ફેલાવી મદદ માંગવી પડતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન