Badshah and Sukh-E song BAMB trending on Youtube
  • Home
  • Entertainment
  • બાદશાહના નવા ગીતે ધમાલ મચાવી, મળ્યા 60 લાખથી વધુ વ્યૂ

બાદશાહના નવા ગીતે ધમાલ મચાવી, મળ્યા 60 લાખથી વધુ વ્યૂ

 | 11:03 am IST

રૈપિંગના સુપરસ્ટાર કહેવાતા બાદશાહનું નવુ ગીત આવી ગયું છે. આ BAMP ગીત યુટ્યુબ પર રિલીઝ થતા જ ટ્રેન્ડ થઈ ગયું છે. બાદશાહે આ ગીત ફેમસ પંજાબી સિંગર સુખ એની સાથે મળીને ગાયું છે. બાદશાહ હાલ રૈપિંગના મામલે સૌથી પોપ્યુલર સ્ટાર બની ચૂક્યા છે. હાલમાં જ તેમણે ફિલ્મ નવાબજાદે ફિલ્મનું ગીત તેરે નાલ નચના પણ બહુ જ પોપ્યુલર થઈ ચૂક્યું છે. હવે વારો તેના હાલ રિલીઝ થયેલા મ્યૂઝિક વીડિયો બૈમનો છે.

આ વીડિયોએ અત્યાર સુધી યુટ્યુબ પર 60થી વધુ લાખ જેટલા વ્યૂ મેળવી લીધા છે. આ વીડિયોમાં સિંગર સુખ-એ યુવતીની પાછળ લટ્ટુ થઈને ગીત ગાઈ રહ્યો છે. ગીતના લિરીક્સ પણ મજેદાર અને ઈન્સ્ટ્રેસ્ટીંગ છે. બાદશાહના લિરીક્સ વચ્ચે આવે છે, તો ગીત વધુ સારુ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન