chhattisgarh in pm-modi-and-rahul-gandhi
  • Home
  • Featured
  • આજે PM મોદી અને રાહુલ ગાંધી હશે આમને-સામને, અહીં સભાઓ ગજવશે

આજે PM મોદી અને રાહુલ ગાંધી હશે આમને-સામને, અહીં સભાઓ ગજવશે

 | 8:19 am IST

છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શુક્રવારે પ્રદેશમાં ભાજપના સ્ટાર પ્રચારક મોદી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી બંને આમને-સામને પ્રચાર કરતા જોવા મળશે. રાજકારણના ઈતિહાસમાં આવી ઘટના છત્તીસગઢમાં પ્રથમ વખત હશે, જ્યારે બંને પ્રતિસ્પર્ધીઓ એકબીજાની સામે પ્રચાર કરતા જોવા મળશે. શહેર પણ એક, રાજ્ય પણ એક બસ માત્ર જગ્યા જુદી હશે.

પ્રદેશમાં ભલે પ્રચાર અલગ અલગ જગ્યાએ થાય પણ નિશાન તો બંનેનું એક જ હશે. વડાપ્રધાન મોદી જગદલપુરના લાલબાગ મેદાનમાં જનસભાને સંબોધિત કરશે અને ભાજપ માટે મત માંગશે, જ્યારે રાહુલ ગાંધી કાંકેર અને રાઝનાંદગામમાં સભાને સંબોધશે. આજે પ્રદેશમાં રાજકીય ગરમાવો પકડશે.

આપને જણાવી દઈએ કે, પ્રદેશમાં મતદાન માટે હવે ફક્ત 3 દિવસ જ બાકી છે, તેથી તમામ પાર્ટીઓ અને દિગ્ગજો પાર્ટીની જીત માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં બસ્તરની 12 અને રાઝનાંદગામની 6 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે થશે. જ્યારે પરિણામ 11 ડિસેમ્બરે જાહેર થશે.