china mosuo tribal people's relationship rituals are bizzare
  • Home
  • Featured
  • આ ગામમાં યુવતીઓ રોજ રાત્રે મનગમતો પુરુષ બદલવાની છૂટ છે

આ ગામમાં યુવતીઓ રોજ રાત્રે મનગમતો પુરુષ બદલવાની છૂટ છે

 | 6:59 pm IST

દુનિયામાં લગ્ન માટે અલગ અલગ પરંપરાઓ હોય છે, ચીનમાં એક એવી જગ્યા છે જ્યાં લગ્ન નામનું કોઈ અસ્તિત્વ જ નથી. દક્ષિણ-પશ્ચિમી ચીનના મૂસો જાતિનો લોકોમાં એક પરંપરા એવી છે જેને જાણીને ચોંકી જવાય. અહીં લોકો લગ્નના બંધનમાં બંધાયા વગર જ પાર્ટનર સાથે રહે છે. તેમજ બાળકોના પિતા તેમની સાથે નહિ પણ અલગ રહે છે. અહીંના બાળકોની ભરણપોષણની જવાબદારી પિતાના નહિ, પરંતુ માતા અને તેના ઘરના લોકો ઉઠાવે છે.

આ જાતિને દુનિયાનો છેલ્લો માતૃસત્તાત્મક વ્યવસ્થાવાળો સમાજ કહેવામાં આવે છે, જ્યાં મહિલાઓ બોસ હોય છે. આ વ્યવસ્થાને વોકિંગ મેરેજનું નામ આપવામાં આવ્યું છે. જ્યાં પુરુષ-મહિલાઓ સાથે રહેતા નથી, પરંતુ સેક્સ કરે છે.

આ સમાજની પરંપરા એવી છે કે, ભલે સંબંધ કેટલોય લાંબો કેમ ન હોય, મહિલાઓ અને પુરુષો એકસાથે રહી શક્તા નથી. તો મહિલાઓને પણ એકથી વધુ પાર્ટનર પસંદ કરવાની સ્વતંત્રતા હોય છે. 13 વર્ષની ઉંમરમાં જ છોકરીઓને પોતાના સમુદાયનો કોઈ પણ પુરુષ પસંદ કરવાનો અધિકાર મળી જાય છે. પુરુષો દિવસભર ફિશિંગ અને શિકાર જેવા કામ કરે છે અને રાત્રે યુવતીઓના ઘરે જાય છે.

યુવતી વયસ્ક થાય એટલે તેને અલગ રૂમ આપી દેવામાં આવે છે, અને તે રાત્રે પોતાના પાર્ટનરને બોલાવી શકે છે. જો આ સંબંધથી તેને સંતાનો થાય તો તેના ભરણપોષણની બધી જવાબદારી મહિલાની જ હોય છે. તેમજ પિતા તરફથી બાળક માટે કોઈ આર્થિક સહાય મળતી નથી.

અહીં મહિલાઓના રૂમની બહાર પાર્ટનરની હેટ ટાંગેલી હોય છે, જેથી બીજો કોઈ પુરુષ ત્યાં પ્રવેશી ન શકે. અનેકવાર આ વન નાઈટ સ્ટેન્ડ સંબંધોમાં પણ બંધાઈ જાય છે, અને તે આજીવન સમજદારી રૂપે બંધાય છે.

આ સમાજની સૌથી વિચિત્ર બાબત એ છે કે, મહિલાઓને ખબર જ નથી હોતી કે તેના બાળકોના પિતા કોણ છે, પરંતુ આ સમાજ કોઈ પણ પ્રકારના રુઢિવાદી વિચારને લઈને ચાલતો નથી. મૂસો મહિલાઓને ખાસ પ્રસંગો પર પોતાના બાળકોના પિતાને બોલાવવાનો અધિકાર હોય છે. આ સમાજમાં પુરુષો પોતાની બહેનોના બાળકો માટે અંકલની ફરજ બજાવે છે. જો કોઈ મહિલાને સંતાન ન થાય, તો તેના પિતરાઈ ભાઈઓના બાળકોને અધિકારીક રીતે દત્તક લઈ શકે છે.

મહિલાઓનું સામ્રાજ્ય ધરાવતા આ ગામમાં અંદાજે 40,000 લોકો રહે છે. અહીં મહિલાઓ જ મહત્ત્વના નિર્ણયો લે છે. તેઓ જ ઘર સંભાળે છે, અને સંપત્તિની માલિક હોય છે. તેમના પર તેમના બાળકોનો પૂરતો અધિકાર હોય છે.

જોકે, હવે સમય બદલાતા મૂસો જનજાતિની યુવા પેઢી પર બહારની દુનિયાની અસર પડી રહી છે. નવા જમાનાની સાથે અહીં પરંપરાને બચાવી રાખવી બહુ જ જરૂરી છે. તો બીજી તરફ, મુસાફરો ફ્રી સેક્સ, હોટલ, રેસ્ટોરન્ટની લાલચમાં અહીં આવે છે. થાઈલેન્ડની સેક્સ વર્કર્સને મૂસોના પારંપરિક વેશભૂષા પહેરાવીને આ ગામમાં મોકલવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત મૂસો જનજાતિની નવી પેઢી પણ લગ્નના બંધનમાં બંધાવાનું પસંદ કરે છે. તેઓ પોતાના પાર્ટનર પાસેથી કમિટમેન્ટ ઈચ્છે છે.