Dr Hathi's doctor says, he could have save his life
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ડો.હાથીના ડોક્ટરે કર્યો ધડાકો, …આવું કર્યું હોત તો બચાવી શકાયો હોત તેમનો જીવ

ડો.હાથીના ડોક્ટરે કર્યો ધડાકો, …આવું કર્યું હોત તો બચાવી શકાયો હોત તેમનો જીવ

 | 3:41 pm IST

ડો.હાથીના નામથી ફેમસ કવિ કુમાર આઝાદનો નશ્વર દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થયો. તેમના જેવા જિંદાદીલ વ્યક્તિ લોકોની યાદમાં હંમેશા રહેશે. ત્યારે તેમના મોત વિશે ડોક્ટરે મોટી વાત કરી હતી. ડોક્ટરે કહ્યું કે, જો તેમને પહેલા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોત, તો તેમનો જીવ બચી શક્યો હોત. આજે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.

સોમવારે સવારે કાર્ડિયાક એરેસ્ટને કારણે મુંબઈના વોકાર્ડ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. વોકાર્ડ હોસ્પિટલના સેન્ટર હેડ રવિ હિરાવનીએ જણાવ્યું કે, આઝાદને બપોરે અંદાજે 12 વાગીને 10 મિનીટ પર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના ધબકારા સંભળાઈ રહ્યા ન હતા. તેથી તેમને તરત ઈમરજન્સી રૂમમાં લાવવામાં આવ્યા હતા અને તરત સીપીઆર આપવાનો પ્રયાસ કરાયો હતો. તેમણે કહ્યું કે, તેમનું ECG એકદમ ફ્લેટ હતું, અને તેમને તરત મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા.

ડોક્ટરે કહ્યું કે, આઝાદના ભાઈએ તેમને જણાવ્યું હતું કે, ડો.હાથીને છેલ્લા 3-4 દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, અને તેમને હાઈપરટેન્શન અને ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા ડિસઓર્ડર (રાતમાં ઊંઘમાં શ્વાસ રોકાઈ જવાની) જેવી સમસ્યાથી પીડિત હતા. તેઓ લોકલ ચેસ્ટ ફિઝીશનની દેખરેખમાં હતા. જ્યારે તેમને શ્વાસની તકલીફ શરૂ થઈ ગઈ હતી, ત્યારે તેમને યોગ્ય સમયે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોત, તો તેમનો જીવ બચાવી શકાયો હતો.

શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત સારી ન હતી અને તેઓ શુટિંગથી વહેલા ઘરે પણ જતા રહેતા હતા. સોમવારે સવારે જે દિવસે તેમનું નિધન થયું, ત્યારે તેમનો ફોન આવ્યોહતો કે, તેઓ કામ પર નહિ આવી શકે. અસિત મોદીએ કહ્યું કે, તેઓ વર્ષ 2009માં બહુ જ બીમાર પડ્યા હતા, પણ તેના બાદ તેઓ હેલ્ધી અને ખુશ દેખાતા હતા. સેટ પર તેઓ બધાને હસતા હસાવતા રહેતા હતા. તેથી આખો સેટ તેમના નિધનથી ગમગીન થઈ ગયો છે.