Fanney Khan song mohhabat released
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફન્ને ખાંનું નવું સોન્ગ ‘મહોબ્બ્ત’માં સુપરહોટ લાગી બિગ-બીની વહુ ઐશ્વર્યા

ફન્ને ખાંનું નવું સોન્ગ ‘મહોબ્બ્ત’માં સુપરહોટ લાગી બિગ-બીની વહુ ઐશ્વર્યા

 | 5:39 pm IST

ઐશ્વર્યા રાય, અનિલ કપૂર અને રાજકુમાર રાવ અભિનિત ફિલ્મ ફન્ને ખાંનું ટ્રેલર લોકોને બહુ જ પસંદ આવ્યું છે, ત્યારે આજે ફિલ્મનું ગીત મહોબ્બત રિલીધ થઈ ગયું છે. આ ગીત યુટ્યુબ પર જોરદાર હીટ થઈ રહ્યું છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન એક પ્રસિદ્ધ સિંગર બેબી સિંહની ભૂમિકા ભજવી રહી છે. બેબી એક એવી સુપરસ્ટાર છે, જેનું દરેક ગીત સુપરહીટ થાય છે.

આ ગીતને સિંગર સુનિધિ ચૌહાણે પોતાનો અવાજ આપ્યો છે. ગીતને લેખક ઈર્શાદ કામિલે લખ્યું છે, અને તનિષ્ક બાગચીએ સંગીત આપ્યું છે. ફિલ્મ ફન્ને ખાંનું આ પહેલુ ગીત છે. ગીતમાં ઐશ્વર્યા રાય લાંબા સમય બાદ સુપરહોટ લાગી રહી છે.

ફન્ને ખાની સ્ટોરી
ફન્ને ખાં એક એવા પિતાની સ્ટોરી છે, જે સારું ગીત તો ગાય છે, પણ તે ક્યારેય સંગીતમાં સારુ કરિયર બનાવી શક્તો નથી. તે પોતાના વિસ્તારમાં જ ગીતો ગાવા માટે ફેમસ છે. પરંતુ તે પોતાની દીકરીને એક જબરદસ્ત મોટી સિંગર બનાવવા માંગે છે, તેનો આલ્બમ રિલીઝ કરવા માંગે છે. ફિલ્મમાં અનિલ કપૂર રીક્ષાચાલકની ભૂમિકામાં છે, અને તે દીકરીનું સપનુ પૂરુ કરવા માટે કંઈ પણ કરી શકે છે. આ ફિલ્મ 3 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.