Photo Gallery
સવારે ઉઠતા જ મલાઈકા હળવા ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીએ છે. આ પાણી તેને ફીટ તથા બોડી ટોન્ડ કરવાની સાથે તેની ત્વચાને ચમકાવે પણ છે. તેના બાદ જ તેના દિવસની શરૂઆત થાય છે.
રોજ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવું અને શક્ય થાય તો મેકઅપથી દૂર રહેવું. આ બંને મલાઈકાની યંગ લૂકિંગ સ્કીનનું રહસ્ય છે.
મલાઈકા રુટિનમાં યોગા જરૂર કરે છે. તે ફ્રાઈડ ફૂડથી દૂર રહે છે. પંરતુ જો ખાવું પડે તો તે ફૂડ ઓલિવ ઓઈલમાં બનેલું હોય તેનું ખાસ ધ્યાન રાખે છે.
મેકઅપની વાત કરીએ તો મલાઈકાને મૈક અને બોબી બ્રાઉનના મેકઅપ પ્રોડક્ટ્સ વધુ પસંદ છે.
મલાઈકાને તેના ચહેરા પર સૌથી વધુ ચિક બોન્સ પસંદ છે, તે તેના પર બ્લશરનો ઉપયોગ કરવાનું ક્યારેય ભૂલતી નથી.
મલાઈકા ડાયરશોનો મસ્કરા ઉપયોગલમાં લે છે, જે તેની આંખોને પરફેક્ટ લુક આપે છે.
રોજ તો નહિ, પણ મલાઈકા સપ્તાહમાં 3 વાર જિમ જવાનું રાખે છે. તેનાથી તેની ફિટનેસ સારી રહે છે.
મલાઈકાની સ્કીન ઓઈલી છે, તેથી તે હંમેશા ઓઈલ-ફ્રી કોસ્મેટિક પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરે છે.
ચહેરા પર વધુ ઓઈલ જમા ન થાય તેથી તે દિવસમાં અનેકવાર ચહેરો ધોઈ લે છે. તેના માટે માર્ગોનો સાબુ યુઝ કરે છે.
Previous Next
સુપરહીટ ગીતો, હોટ લુક્સ તથા કાતિલ અદાઓથી મલ્લિકા અરોરા ખાન આજેય પોપ્યુલર એક્ટ્રેસ છે. આજે તેનો 45મો જન્મદિવસ છે. હાફ સેન્ચ્યુરીની પાસે પહોંચી રહેલી મલાઈકાનો જાદુ આજે પણ યુવા વર્ગના દિલમાંથી ઓસર્યો નથી. ન તો તેના ચહેરા પર કરચલીઓ દેખાય છે, ન તો તેનું શરીર અન્ય એક્ટ્રેસની જેમ ફુલ્યુફાલ્યું છે. આજે પણ ફિટનેસ માટે મલાઈકાના ઉદાહરણ આપવામાં આવે છે. ઊંમરનું ટેગ મલાઈકા પર ક્યારેય લાગ્યું નથી. તેના ચહેરા પર ક્યારેય તેની ઝલક દેખાતી નથી. મલાઈકા આજે પણ બોલિવુડની ટોપની મોડલ્સને ટક્કર આપે તેવી છે. મલાઈકના ફેન્સ તેની પરફેક્ટ ફીગર, ગ્લોઈંગ ફેસ અને ફેશન સ્ટાઈલના દિવાના છે. ત્યારે 40 પ્લસની ઉંમરમાં મલાઈકા પોતાને કેવી રીતે મેઈનટેઈન કરે છે, તે જાણી લો. જાણો તેના બ્યુટી સિક્રેટ્સ.