now boy friend on rent available in india, App launched
  • Home
  • Featured
  • ભારતમાં આ જગ્યાએ ભાડેથી મળે છે Boy Friend

ભારતમાં આ જગ્યાએ ભાડેથી મળે છે Boy Friend

 | 12:29 pm IST

બોયફ્રેન્ડ શોધવા માટે યુવતીઓને જાતે જ મહેનત કરવી પડે છે. પછી તે કોલેજમાં હોય, મેટ્રીમોનિયલ સાઈટ્સ હોય કે પછી નોકરીનુ સ્થળ હોય. હવે તો બોયફ્રેન્ડ માટેની ડેટિંગ સાઈટ્સ પણ અવેલેબલ હોય છે, જ્યાં આરામથી પાર્ટનર શોધી શકાય છે. પરંતુ ભારતના યુવકો એક સ્ટેપ આગળ વધ્યા છે. ભારતમાં Rent A Boy|Friend નામની સાઈટ અને એપ બંને લોન્ચ થઈ છે, જે તમને બોયફ્રેન્ડ ભાડા પર ખરીદવામાં મદદ કરશે. વિવિધ પ્રકારની ડેટિંગ સાઈટ્સ બાદ હવે ઈન્ડિયામાં એક એવી એપ લોન્ચ થઈ છે, જેની મદદથી થોડા સમય માટે તમે ભાડા પર બોયફ્રેન્ડ લઈ શકો છો.

Rent A Boy|Friendની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ, આ એપને 15 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી છે. આ એપને iOS/Android વર્ઝનની સાથે 24 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત તેની Youtube ચેનલ પણ છે. તો તેમણે ભાડેથી બોયફ્રેન્ડ આપવા માટે www.rentabf.in વેબસાઈટ પણ શરૂ કરી છે, જ્યાં બધી જ ઈન્ફોમેશન આપવામાં આવી છે.

આ સાથે જ પોસ્ટમાં લખ્યું છે કે, Rent A Boy|Friend નામ પર જશો નહિ, આ સાઈટ પર બોયફ્રેન્ડ પબ્લિક પ્લેસમાં જ મળે છે, તેઓ પ્રાઈવેટ જગ્યાઓ પર મળતા નથી.

આ એપને 29 વર્ષીય કૌશલ પ્રકાશે લોન્ચ કરી છે. આ એપની સર્વિસ હાલ તો મુંબઈ અને પૂણેમાં જ અવેલેબલ છે, જે યુવક અને યુવતીઓ બંને માટે શરૂ કરાઈ છે. Rent A Boy|Friendનો હેતુ દેશમાં આજની જનરેશનને ડિપ્રેશનમાંથી બહાર કાઢવાનો છે. તો બીજી તરફ આ એપ યુવકોને રોજગાર પણ આપે છે.