Samsung to launched today Galaxy Note 9
  • Home
  • Featured
  • આજે લોન્ચ થશે ધમાકેદાર ફોન Galaxy Note 9, આવા છે ફીચર્સ

આજે લોન્ચ થશે ધમાકેદાર ફોન Galaxy Note 9, આવા છે ફીચર્સ

 | 3:16 pm IST

સેમસંગ કંપની આજે પોતાનો ફ્લેગશિપ નોટ સીરિઝ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ આ માટે Unpacked 2018 ઈવેન્ટ ન્યૂયોર્કમાં આયોજિત કરી છે. આ ઈવેન્ટમાં Note 9 ઉપરાંત બે નવા ડિવાઈસ લોન્ચ કરવામાં આવી શકે છે. શક્યતા છે કે, કંપની Galaxy સ્માર્ટ વોચ અને બિક્સબી આધારિત સ્માર્ટ સ્પીકર પણ આજે જ લોન્ચ કરી શકે છે.

Galaxy Note 9 સાથે જોડાયેલા અપડેટ્સ સતત બહાર આવી રહ્યાં છે. જેમાં તેની ડિઝાઈન વેરિએન્ટ અને સ્પેસિફિકેશન સામેલ છે.  મોબાઈલ લોન્ચિંગ ઈવેન્ટની શરૂઆત ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 કલાકે થશે. આ સમગ્ર ઈવેન્ટ તમે કંપનીની યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો.

સૈમ મોબાઈલની એક રિપોર્ટમાં બ્લૂ વેરિએંટ Note 9ની સાથે યલો એસ પેન બતાવવામાં આવી છે. આ ડિવાઈસની ડિઝાઈન પણ લીક થઈ ચૂકી છે અને સ્પેસિફિકેશન વિશે પણ બતાવી દેવામાં આવ્યું છે. હાલમાં જ તેની એક માહિતી સામે આવી કે, આ વખતે 512 GB વેરિએન્ટ પણ લોન્ચ કરવામાં આવશે. જેમાં માઈક્રો એસડી કાર્ડ દ્વારા 1 TB મેમરીનું સપોર્ટ આપવામાં આવ્યુઁ છે.

લીક થયો હતો વીડિયો
Galaxy Note 9 વિશે લીક થયેલા કથિત વીડિયોને સેમસંગ તાજેતરમાં જ યુટ્યુબ પરથી હટાવી લીધો હતો. પરંતુ ત્યાં સુધી વીડિયો બીજી ચેનલે પોસ્ટ કરી દીધો હતો. આ વીડિયોમાં એસ પેન, ફિઝીકલ બટન અને બેટરીને હાઈલાઈટ કરવામાં આવી છે. આ ઉપરાંત 1 tb readyનો દાવો પણ કરાયો છે. જોકે, તેનું સ્ટોરેજ કેટલું છે તે બતાવાયું નથી.