1St December 2018: 12 PM Top News Headlines
  • Home
  • Featured
  • News @ 12 PM: નિરવ-માલ્યા પર ગાળિયો કસવા મોદીએ રજૂ કર્યું 9 એજન્ડાનું સૂત્ર સહિતના સમાચાર

News @ 12 PM: નિરવ-માલ્યા પર ગાળિયો કસવા મોદીએ રજૂ કર્યું 9 એજન્ડાનું સૂત્ર સહિતના સમાચાર

 | 11:56 am IST

વડપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના પહોંચ્યા છે, ત્યારે તેમણે અમેરિકા, જાપાન, અને ભારતની જીતનો એક મંત્ર આપ્યો છે. તો બીજીબાજુ અભિનેતા અનુપમ ખેરે રાહુલ ગાંધીને લઇ એક કટાક્ષ કર્યો છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં એક એનઆરઆઇ ગુમ થયાના 72 કલાક બાદ પણ કોઇ પત્તો નથી અને રહસ્યના વમળો ગૂંથાતા જાય છે. તો બીજા એક એનઆરઆઇએ જર્મનીથી આવીને પોતાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આપી. આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા બોલિવુડ સ્ટાર્સ પ્રિયંકા ચોપડાના લગ્નને લઇ છે. ગઇકાલે યોજાયેલ સંગીત સેરેમનીમાં અંબાણી પરિવાર સહિતની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: નિરવ,મેહુલ, માલ્યા જેવાઓ પર ગાળિયો કસવા PM મોદીએ રજૂ કર્યો 9 સૂત્રનો એજન્ડા

વડાપ્રધાને આર્થિક અપરાધને દુનિયા માટે સૌથી મોટો ખતરો ગણાવી તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવા 9 સુત્રીય એજંડા દુનિયા સામે રજુ કર્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-2: અનુપમ ખેરનો કટાક્ષ, ‘જેમને કૉંગ્રેસ પસંદ હોય તેમને ભગવાન રાહુલ ગાંધી જેવો દીકરો આપે’

બોલીવુડનાં દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર તાજેતરમાં જ ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાનાં અધ્યક્ષ પદેથી રાજીનામુ આપીને ચર્ચામાં છે

વધુ વાંચવા કરો ક્લિક-3: Photos: પ્રિયંકા ચોપડાની સંગીત સેરેમનીમાં અંબાણી પરિવાર સહિતની સેલિબ્રિટી પહોંચી

યંકા ચોપડા અને નિક જોનસના લગ્નની વિધિ જોધપુરમાં શરૂ થઇ ગઇ છે

વધુ વાંચવા કરો ક્લિક-4: NRI ગુજરાતી સવિતાબેને અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે આપી દીધી જમીન

પાદરા તાલુકાના ચાણસદમાં આવેલી 1.57 હેકટર જમીન નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા સંપાદન કરવામાં આવી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: માલ્યાના યૉટના વેચાણની રકમમાં બેન્કોએ માંગ્યો પોતાનો હિસ્સો

ભારતના 13 બેન્કોના એક કન્સોર્ટિયમે ભાગેડુ શરાબના વેપારી વિજય માલ્યાને યોર્ટ ઈન્ડીયન ઈમ્પ્રેસના વેચાણબાદ રકમની ભાગીદારી કરવાની માંગ કરી હતી. 

વધુ વાંચવા કરો ક્લિક-6: અમેરિકા અને રશિયા બાદ ચીનને આ રીતે સાધવાની ફિરાકમાં ભારત

રાજકીય અને સંરક્ષણ સમજુતીથી લઈને કોમ્બેટ એક્સરસાઈઝમાં પણ હવે ભારત રશિયા અને અમેરિકા વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે

વધુ વાંચવા કરો ક્લિક-7: રસરંજનનું ગટરથી ઉભરાતું કારખાનું જોઇ તમે મીઠાઇ ખાવાનું ભૂલી જશો, કરાયું સીલ

AMCના હેલ્થ ખાતાએ આજે નરોડા જીઆઇડીસી ખાતે રસરંજન મિઠાઇવાળાના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં દરોડો પાડયો હતો 

વધુ વાંચવા કરો ક્લિક-8: BCCIએ મંગાવ્યા નવા કોચ માટે આવેદન, મિતાલી સાથે મતભેદ બાદ પોવારને અલવિદા!

સીનિયર ખેલાડી મિતાલી રાજ અને કોચ રમેશ પોવાર વચ્ચે મતભેદ સામે આવ્યા અને શુક્રવારે પોવારનું કાર્યકાળ ખત્મ થયા બાદ બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમ માટે નવા કોચ માટે આવેદન મંગાવ્યા છે

વધુ વાંચવા કરો ક્લિક-9: પાયલટે વિમાનમાં સરપ્રાઇઝ આપતા ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા સ્કૂલ ટીચર, જુઓ ભાવુક વિડીયો

એક શિક્ષકની કોઈપણ વ્યક્તિનાં જીવનમાં કેટલી મોટી ભૂમિકા હોય છે તેનું ઉદાહરણ એક ઉડતા વિમાનમાં જોવા મળ્યું. 

વધુ વાંચવા કરો ક્લિક-10: ભારતમાં લોન્ચ થયો શાનદાર Nokia 7.1, જાણો કિંમત અને ફિચર્સ

ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લોબલે ભારતમાં Nokia 6.1નો અપડેટ વેરિએન્ટ Nokia 7.1 લોન્ચ કરી દીધો છે.