1st december 2021 heavy rain likely in gujarat
  • Home
  • Gujarat
  • સ્વેટર છોડો, રેઈનકોટ કરો યાદઃ ભર શિયાળે મેઘો મહેરબાન

સ્વેટર છોડો, રેઈનકોટ કરો યાદઃ ભર શિયાળે મેઘો મહેરબાન

 | 1:58 pm IST
  • Share

  • ગુજરાતમાં મૌસમે બદલ્યો મિજાજ

  • ભર શિયાળે વરસાદી માહોલની સ્થિતિ

  • 6 ડિસેમ્બર સુધી રહેશે વરસાદી માહોલ

 

હવામાન વિભાગે બુધવારે ઉત્તરી ગુજરાત અને ઉત્તર અને ઉત્તર પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પૂર્વાનુમાનના આધારે ભારે વરસાદથી ગુજરાત સહિત અનેક રાજ્યો પ્રભાવિત થશે. ચક્રાવાતી તોફાન શનિવાર સવારે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના તટ સાથે પણ ટકરાઈ શકે છે. વિભાગે મંગળવારે આગાહી કરી છે કે થાઈલેન્ડ અને તેની આસપાસના ક્ષેત્રમાં સવારે સાડા 8 વાગે ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે અને તેના અંડમાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે.

 

ગુજરાતમાં આવી છે 3 દિવસની વરસાદની આગાહી

ગુજરાતમાં સતત 3 દિવસ સુધી વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. આ સાથે જ આ દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે અને સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરની અસર પણ જોવા મળી રહી છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 3 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના અનુસાર દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ પડશે. ખેતીવાડી વિભાગને પણ પાક સુરક્ષિત મુકવા સૂચના અપાઈ છે. શક્ય છે કે વરસાદની સાથે ઠંડીમાં પણ વધારો થાય, દિવસ દરમ્યાન તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે.

ગામડાઓમાં માવઠાની અસરથી ખેડૂતો ચિંતિત

હવામાન વિભાગની આગાહી અનુસાર વિવિધ શહેરો તથા ગામડાઓમાં માવઠાની અસર જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં આજે વહેલી સવારથી માવઠાની અસર દેખાઇ છે. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. આ સિવાય કરજણ તાલુકાના ગામડાઓ અને નગરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆતમાં વરસાદી માવઠું થયું છે. આ માવઠાથી ખેડૂતો ચિંતાતૂર થયા છે. કમોસમી વરસાદના કારણે ખાસ કરીને કપાસ, તુવેરના પાકમાં નુકસાન થવાનો ખેડૂતોને ડર છે.

 

આ જગ્યાઓએ 6 ડિસેમ્બર સુધી થઈ શકે છે વરસાદ

હવામાન વિભાગે તટીય ઓરિસ્સાના અલગ અલગ સ્થાનોએ ભારેથી અતિ ભારે વરસાદ અને ઓરિસ્સાના નજીકના આંતરિક જિલ્લા, પશ્ચિમ બંગાળના તટીય જિલ્લા અને ઉત્તરી આંધ્રપ્રદેશમાં અલગ અલગ સ્થાનોએ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિનું અનુમાન છે. IMDએ કહ્યું કે શક્યતા છે કે ઉત્તર પૂર્વી રાજ્યોમાં 5-6 ડિસેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે.

ગુજરાતમાં આવી છે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર વિવિધ શહેરો તથા ગામડાઓમાં માવઠાની અસર જોવા મળી છે. ઉલ્લેખનિય છે કે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં આજે વહેલી સવારથી માવઠાની અસર દેખાઇ છે. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. તથા કરજણ તાલુકાના ગામડાઓ અને નગરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શિયાળાની ગુલાબી ઠંડીની શરૂવાતમાં વરસાદી માવઠું થયુ છે. જેમાં માવઠાથી ખેડૂતો ચિંતાતૂર થયા છે. તેમાં કપાસ, તુવેરના પાકમાં નુકસાનીની ભીતિ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો