1st test : કોહલીએ સદી સાથે બનાવ્યા અનેક રેકોર્ડ, પહેલા દિવસે ભારત 4 વિકેટે 302 રન - Sandesh
  • Home
  • Sports
  • 1st test : કોહલીએ સદી સાથે બનાવ્યા અનેક રેકોર્ડ, પહેલા દિવસે ભારત 4 વિકેટે 302 રન

1st test : કોહલીએ સદી સાથે બનાવ્યા અનેક રેકોર્ડ, પહેલા દિવસે ભારત 4 વિકેટે 302 રન

 | 4:04 pm IST

ભારત-વેસ્ટઈંડિઝ વચ્ચેની ચાર ટેસ્ટ મેચ સિરીઝનો પ્રારંભ ગુરૂવારે થયો હતો. સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસના અંતે ભારતે ચાર વિકેટ ગુમાવીને 302 રન બનાવ્યા હતા. શિખર ધવને 84 રન બનાવ્યા હતા. મુરલી વિજય માત્ર 7 રન બનાવી ગેબ્રીઅલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ધવન અને પૂજારાએ ઇનિંગને આગળ વધારી હતી પરંતુ પૂજારા પણ 16 રન બનાવી આઉટ થયો હતો. અજિંક્ય રહાણે પણ 22 રન બનાવી દેવેન્દ્ર બીશૂનો શિકાર બન્યો હતો. દિવસના અંતે કેપ્ટન વિરાટ કોહલી સાથે અશ્વિન 22 રન બનાવીને રમી રહ્યો હતો.

વિરાટે પહેલા જ દિવસે સદી ફટકારીને બનાવ્યા અનેક રેકોર્ડ

પ્રથમ દિવસ વિરાટ કોહલીના નામે રહ્યો હતો. વિરાટે ટેસ્ટની શરૂઆતમાં જ સદી ફટકારીને કેટલાક રેકોર્ડ તેમના નામે કરી નાંખ્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 143* રન બનાવ્યા છે. આ ઇનિંગ દરમિયાન 6 રન બનાવતાની સાથે જ 3000 ટેસ્ટ રન પુરા કરી લીધા છે.
ફાસ્ટેટ 3000 બનાવનાર ટોપ-10માં વિરાટ
આ સાથે વિરાટ ફાસ્ટેસ્ટ ત્રણ હજાર ટેસ્ટ રન બનાવનાર ટોપ-10 ભારતીય પ્લેયર્સના લિસ્ટમાં આવી ગયો છે. ટોપ-10 ભારતીયોના લિસ્ટમાં વિરાટ 8માં ક્રમે આવી ગયો છે. તેણે ફોર ફટકારી આ સિદ્ધિ મેળવી હતી. વિરાટે 43 મેચમાં 73મી ઇનિંગ્સમાં 3000 રન પુરા કર્યા છે. આ સિવાય વિરાટ વેસ્ટ ઇન્ડીઝમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ તરફથી બીસૂએ ઝડપી ત્રણ વિકેટ
ભારતે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતનો આ નિર્ણય ખોટો ત્યારે લાગ્યો જ્યારે શેનોન ગેબ્રિયલે મુરલી વિજયની વિકેટ લઈ ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી ધવન અને ચેતેશ્વર પૂજારાએ પ્રથમ ચરણમા બાજી સંભાળી હતી. બીજા ચરણમાં દેવેન્દ્ર બીશુએ પૂજારાની વિકેટ લઈ ભારતને બીજો ઝટકો આપ્યો હતો. પૂજારાની વિદાય બાદ કેપ્ટન કોહલી આવ્યા અને ધવન સાથે 100 રનની પાર્ટનરશીપ કરી. બંને વચ્ચેનું કોર્ડિનેશન સારૂ હતું પણ 179ના કુલ સ્કોર પર બીશુએ ધવનની વિકેટ ઝડપી હતી.

દર્શકોનો મોળો પ્રતિસાદ

ધવન બાદ રાહણેએ કોહલીને સારો સાથ આપ્યો અને સારી પાર્ટનરશીપ સાથે ટીમનો સ્કોર 236એ પહોંચ્યો હતો. જે બાદ બીશુએ રહાણેની વિકેટ લીધી હતી. જે પછી કેપ્ટનનો સાથ આપવા માટે અશ્વીન આવ્યો હતો. દર્શકોની ઓછી સંખ્યાને જોતા આ સીરિઝની ખરાબ શરૂઆત માની શકાય.