1st test : ભારત મજબૂત સ્થિતિમાં, કોહલીની બેવડી સદી-આશ્વિનની અર્ધશતક - Sandesh
  • Home
  • Sports
  • 1st test : ભારત મજબૂત સ્થિતિમાં, કોહલીની બેવડી સદી-આશ્વિનની અર્ધશતક

1st test : ભારત મજબૂત સ્થિતિમાં, કોહલીની બેવડી સદી-આશ્વિનની અર્ધશતક

 | 9:42 pm IST

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલ પહેલા ટેસ્ટ મેચના બીજા દિવસે કોહલી અને અશ્વિને શાનદાર શરૂઆત કરી હતી. કોહલીએ તેનો હાઈવેસ્ટ સ્કોર 169ને પાર કરતાં બેવડી સદી ફટકારી દીધી હતી. જ્યારે અશ્વિને પણ ફાસ્ટ બેટિંગ કરતાં 64 રન બનાવીને કેપ્ટન કોહલીને સાથ આપી રહ્યો છે.

કોહલીએ 71. 71ની સ્ટાઈક રેટથી રન બનાવ્યા હતા. કોહલીએ 281 બોલમાં 24 ફોરની મદદથી 200 રન ફટકારી દીધા હતા. તેની સાથે જ તેનો ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સદીની સાથે બેવડી સદી ફટકારીને વધુ એક રેકોર્ડ તેના નામે કરી દીધો છે. અશ્નિન અને કોહલીએ 302/4 રનથી રમવાની શરૂઆત કરી હતી. અશ્વિને પણ તેની અર્ધશતક ફટકારી દીધી હતી અને તેની સાથે તેને તેની  સાતમી અર્ધશતક બનાવી લીધી હતી. અશ્વિને 162 બોલનો સામનો કર્યો હતો જેમાં તેને 8 ફોર સાથે 64 રન બનાવીને રમી રહ્યો હતો.

ભારત તરફથી બીજા દિવસે કોહલી અને અશ્વિને રમતની ફાસ્ટ શરૂઆત કરતાં બંનેએ 168 રનની ભાગીદારી નોંધાવીને આગળ રમી રહ્યાં હતા. ભારતે લંચ બ્રેક સુધીમાં 119 ઓવરમાં 404 રનનો પહાડી સ્કોર બનાવી લીધો હતો,