surat in rainfall cooling-in-the-atmosphere
  • Home
  • Featured
  • સુરત સહિત આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ, ખેડૂતો ખુશખુશાલ

સુરત સહિત આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ, ખેડૂતો ખુશખુશાલ

 | 7:50 pm IST

રાજ્યમાં વિદાય લીધેલા વરસાદે ફરી એકવખત રાજ્યમાં માઝા મૂકી છે. હવામાના વિભાગે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે લુબાન વાવાઝોડાએ દરેક રાજ્યોને ચેતવણી આપી દીધી છે. આજે સુરત સહિત જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. આ સિવાય લોકોએ પણ ગરમીમાંથી આંશિક હાશકારો અનુભવ્યો હતો.

આજે સુરતના કાપોદ્રા સરથાણા વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભાર પવન સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો છે. અચાનક ભારે પવન સાથે વરસાદ ખાબકતા વાહન ચાલકો થોડી મુશ્કેલીમાં મુકાયા હતા. આજે સુરતમાં વરસાદ વરસતા ગરબાના શોખીનો ચિંતામાં મૂકાયા હતા. પરંતુ વરસાદી વાતાવરણથી પૂરા પંથકમાં ઠંડક પ્રસરી જતા આનંદનો માહોલ છવાયો છે.

બીજી બાજુ જૂનાગઢ જીલ્લાના સાસણ અને હરિપુરમાં ધીમીધારે ઝરમર વરસાદ વરસતા પૂરા પંથકમાં ઠંડકનું વાતાવરણ થઈ ગયું છે. કાળઝાળ ભાદરવાની ગરમીમાં વરસાદી વાતાવરણ થતા લોકોને ગરમીથી છૂટકારો મળતા આનંદ છવાઈ ગયો છે. આ બાજુ ખેડૂતોને પણ વરસાદના લાંબા વિરામ બાદ થોડી મહેર કરતા જીવમાં જીવ આવ્યો હોય તેમ ખુશીની લહેર છવાઈ ગઈ છે.

હાલ રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં જાણે વરસાદે એકદમ વિદાય લઈ લીધી હોય તેવો માહોલ છવાયો છે. ખેડૂતોને પોતાનો પાક બળી ન જાય તેની ચિંતા સતાવી રહી છે, તો જળાશયોમાં પાણીના સ્તરમાં પણ ઘટાડો થતા લોકોને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાશે તેની પણ ચિંતા સતાવી રહી છે.