જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સરકારની ટકોર, કહ્યું જિલ્લાની રક્ષા માટે CRPF તૈનાત કરો - Sandesh
NIFTY 10,543.20 +3.45  |  SENSEX 34,297.75 +-2.72  |  USD 64.1250 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સરકારની ટકોર, કહ્યું જિલ્લાની રક્ષા માટે CRPF તૈનાત કરો

જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સરકારની ટકોર, કહ્યું જિલ્લાની રક્ષા માટે CRPF તૈનાત કરો

 | 8:41 pm IST

શ્રીનગરની સેન્ટ્રલ જેલમાંથી પાકિસ્તાની આતંકવાદી ભાગવાની ઘટનાની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લીધી છે. આ મામલે જમ્મુ-કાશ્મીર સરકારને ટકોર કરતાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યના જિલ્લાની સુરક્ષામાં વધારો કરવામાં આવે, દરેક જિલ્લામાં સીઆરપીએફની ટુકડીઓ તહેનાત કરવામાં આવે.

જમ્મુ-કાશ્મીર સરકારને લખવામાં આવેલા એક પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જેલપરિસર અને કેદીઓની આવ-જા પર સુરક્ષાવ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવે, જ્યારે જેલની સુરક્ષા માટે સીઆરપીએફના જવાનોને તહેનાત કરવા માટે કહેવામાં આવ્યું હતું.

ગૃહ મંત્રાલયે મહેબૂબા સરકારને કહ્યું હતું કે, ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બીજી વખત ન થવી જોઈએ અને જેલની સુરક્ષા માટે સીઆરપીએફના જવાનોને તહેનાત કરવામાં આવે. ગૃહ મંત્રાલયના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે, ગૃહ મંત્રાલયે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. જમ્મુ-કાશ્મીર જેલની સુરક્ષામાં વધારો કરવા માટે કહેવામાં આવ્યું છે.

પાકિસ્તાની આતંકવાદી નવીદ જટ શ્રીનગર જેલમાંથી ભાગી ગયો હતો. ગૃહ મંત્રાલયની એક બેઠક બાદ આ નિર્ણય જમ્મુ-કાશ્મીર સરકારને જણાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આતંકીને હોસ્પિટલ લઈ જવા મુદ્દે પણ સુરક્ષાસંબંધિત સવાલ કરવામાં આવ્યા હતા, જે જેલમાં ખૂંખાર ત્રાસવાદીઓને કેદ કરવામાં આવ્યા છે તે જેલની સુરક્ષાવ્યવસ્થામાં વધારો કરી દેવો જોઈએ. આ ઉપરાંત તેમને જમ્મુ અને ઉધમપુર તથા લેહની જેલમાં ટ્રાન્સફર કરી દેવા જોઈએ.