2 BJP Mps Attended The Swearing-In Ceremony Of Taiwan's President
  • Home
  • Featured
  • PoK, લદ્દાખના જવાબમાં ભારતનો ચીનને ગંભીર ઈશારો! મોદી સરકારે ખેલ્યો ‘તાઈવાન’ દાવ

PoK, લદ્દાખના જવાબમાં ભારતનો ચીનને ગંભીર ઈશારો! મોદી સરકારે ખેલ્યો ‘તાઈવાન’ દાવ

 | 5:22 pm IST

ત્યાઈ ઈંગ-વેનને બે દિવસ પહેલા તાઈવાનના રાષ્ટ્રપતિ પદે ફરી એકવાર શપથ ગ્રહણ કર્યા છે. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાજપના બે સાંસદો મીનાક્ષી લેખી અને રાહુલ કસ્વાને વીડિયો કોન્ફરન્સિંહ દ્વારા ભાગ લીધો હતો. લેખી અને કશ્વાન સહિત દુનિયાભરના 41 દેશોના કુલ 42 ગણરાજ્ય હસ્તિઓએ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો. કોરોના વાયરસના પ્રકોપના કારણે તાઈવાનમાં વિદેશીઓને આવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ભારતનું આ પગલુ ઘણું મહત્વનું છે કારણ કે ચીન તાઈવાનની સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો નથી આપતું અને તેને પોતાનો જ ભાગ માને છે.

2016માં શપથ ગ્રહણથી દૂર રહ્યું હતું ભારત

ત્સાઈ ઈંગ-વેને શપથ ગ્રહણ સમારોહમાં લેખી અને કસ્વાનના વર્ચુઅકલ હાજરી બાદ સવાલ ઉભા થવા લાગ્યા છે કે, શું મોદી સરકારે તાઈવાન પ્રત્યેની પોતાની નીતિ બદલી છે? કારણ કે 2016માં ત્સાઈએ પહેલીવાર જ્યારે રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા હતાં ત્યારે મોદી સરકારને આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાંયે તાઈવાનથી અંતર જાળવ્યું હતું.

તાઈવાન સાથે રાજનૈતિક સંબંધ નથી

આ વખતે મોદી સરકારે તાઈવાનને લઈને નીતિ બદલતા શપગ્ર ગ્રહણ સમારોહમાં લેખી અને કસ્વાન ઉપરાંત ભારત-તાઈપે એસોસિએશનના કાર્યકારી મહાનિર્દેશક સોહંગ સેને પણ ભાગ લીધો હતો. તાઈપેમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના 194 સભ્ય દેશોમાંથી 179 દેશોના તાઈવાન સાહે રાજનૈતિક સંબંધો છે પણ ભારત હજી સુધી આમ કરતા બચી રહ્યું છે. 

અભિનંદન સંદેશમાં ભારત-તાઈવાનના સંબંધો પર ભાર

લેખી અને કસ્વાને પોતાના સંયુક્ત્ત સંદેશમાં કહ્યું હતું કે, ભારત અને તાઈવાન લોકતાંતિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે. સદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને તાઈવાન બંને લોકતાંત્રીક દેશ છે અને સ્વતંત્રતા અને માનવાધિકારોના સમ્માનમાં સંયુક્ત મુલ્યો વણાયેલા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને તાઈવાને દ્વિપક્ષીત સંબંધોમાં વ્યાપાર, રોકાણ અને લોકોના પરસ્પરના આદાન-પ્રદાન જેવા ક્ષેત્રોમાં ઘણો વિસ્તાર કર્યો છે. આ દરમિયાન મીનાક્ષી લેખીએ અલગથી પણ એક સંદેશ પાઠવ્યો હતો જેમાં તેમણે ત્સાઈને અભિનંદન આપતા તેમની શાનદાર સફળતાની પ્રાર્થના કરી હતી. લેખીએ પણ પોતાના સંદેશમાં ભારત-તાઈવાનના વ્યાપક સંબંધોની ઘનિષ્ઠતાનો ઉલ્લેખ કર્યો હતો.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના રિકવરી પર મોટો દાવો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન