સુરત: બિલ્ડીંગનાં ત્રીજા માળેથી નીચે પટકાતા ભાઇ-બહેનનાં મોત - Sandesh
  • Home
  • Gujarat
  • સુરત: બિલ્ડીંગનાં ત્રીજા માળેથી નીચે પટકાતા ભાઇ-બહેનનાં મોત

સુરત: બિલ્ડીંગનાં ત્રીજા માળેથી નીચે પટકાતા ભાઇ-બહેનનાં મોત

 | 7:17 pm IST

સુરતનાં અમરોલીમાં બિલ્ડીંગ પરથી નીચે પટકાતા 2 પિતરાઇ ભાઇ-બહેનનાં મોત થતા પરિવાર ભારે શોકમાં ગરકાવ થઇ ગયો છે. નવી બિલ્ડીંગ બની રહી હતી ત્યારે શ્રમિકનાં બાળકો ત્યાં રમી રહ્યા હતા. લિફ્ટનાં પેસેજમાં રમતી વખતે પિતરાઇ ભાઇ-બહેન નીચે પટકાયા હતા. ઉંચી બિલ્ડીંગ પરથી નીચે પટકાતા ભાઇ-બહેનનાં મોત નીપજ્યા હતા. આ ઘટનાને લઇને અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતની અવની ઇન્ડસ્ટ્રીનાં નવા બંધાઇ રહેલા બિલ્ડીંગનાં ત્રીજા માળે મજૂરનાં બાળકો રમી રહ્યા હતા. લિફ્ટમાં પેસેજમાં રમતા બાળકો અચાનક નીચે પડી ગયા હતા. ત્રીજા માળેથી નીચે પટકાતા બંને માસુમ ભૂલકાંઓનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.