2 day Gujarat Assembly monsoon session start on 27th sept
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વિધાનસભાના ચોમાસુ સત્ર માટે નવા મંત્રીઓને અપાયો આ આદેશ

વિધાનસભાના ચોમાસુ સત્ર માટે નવા મંત્રીઓને અપાયો આ આદેશ

 | 7:47 pm IST
  • Share

ગુજરાતમાં નાટ્યાત્મક રીતે નેતૃત્વ પરિવર્તન આવ્યા બાદ પ્રથમ વખત નવા મંત્રીઓ સાથે વિધાનસભા સત્ર મળવા જઈ રહ્યું છે, ત્યારે નવનિયુક્ત મંત્રીઓને ખાસ આદેશ આપવામાં આવ્યા છે.

ગત મહિને જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ચોમાસુ સત્ર બોલાવવા માટે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ આગામી 27 અને 28 સપ્ટેમ્બરે બે દિવસ માટે વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે.

આગામી વિધાનસભા સત્રને ધ્યાનમાં રાખીને નવનિયુક્ત મંત્રીઓને સત્ર ના મળે, ત્યાં સુધી ગાંધીનગરમાં જ રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સિવાય આગામી સત્રમાં તમામ મંત્રીઓને પોતાના પર્ફોમન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપવામાં આવી છે. આ માટે મંત્રીઓએ જે-તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને માહિતી મેળવવી પડશે.

આટલું જ નહીં, નવનિયુક્ત મંત્રીઓને વિધાનસભામાં સત્ર દરમિયાન બોલવાનો અભ્યાસ અને વિભાગની જાણકારી સહિત પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો