2 Gujarati Actors Will Debut in Bollywood with Film Mitron
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘મિત્રો’ ફિલ્મમાં જોવા મળશે આ બે ગુજરાતી એક્ટર્સ, શેર કર્યા સેટ પરનાં તેમનાં અનુભવ

‘મિત્રો’ ફિલ્મમાં જોવા મળશે આ બે ગુજરાતી એક્ટર્સ, શેર કર્યા સેટ પરનાં તેમનાં અનુભવ

 | 6:26 pm IST

14 સપ્ટેમ્બરથી સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહેલી ફિલ્મ ‘મિત્રો’ની ટીમે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં ફિલ્મ વિશે ઘણી રસપ્રદ વાતો ‘મિત્રો’ ફિલ્મનાં કલાકારોએ જણાવી હતી. આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ અને નાટક જગતનાં ઉમદા એક્ટર પ્રતીક ગાંધીએ જણાવ્યું કે, “આ ફિલ્મમાં અન્ય હિન્દી ફિલ્મો કરતા ફ્રેશ અને પારંપરિક ગુજરાતી હટીને કંઇક અલગ બતાવવામાં આવ્યું છે.” ફિલ્મમાં પોતાના કેરેક્ટર વિશે વાત કરતા પ્રતીક ગાંધી કહે છે કે, “મારું પાત્ર એ પ્રકારનું છે કે તે આપણા ત્યાંનાં (ગુજરાતનાં) યુવાનોને, બકાઓને પસંદ પડશે. મારા કેરેક્ટરમાં અમદાવાદનો મિજાજ છે.”

ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહેલા બોલીવુડનાં જાણીતા એક્ટર જેકી ભગનાનીને ગુજરાતી ભોજન અને નાસ્તોનો ટેસ્ટ જાણે દાઢે વળગ્યો હોય તેમ તેમણે કહ્યું કે, “અહીં (અમદાવાદ) આવીને મે ખમણ અને ઢોકળાની મજા માણી હતી. ડાયટ પર હોવા છતા પણ ગુજરાતી થાળીની પણ લજ્જત માણી હતી.” ફિલ્મ વિશે વાત કરતા જેકી જણાવે છે કે, “ફિલ્મમાં એવી મસ્તી છે કે યંગસ્ટર્સને મજા પડી જશે. મિત્રો ફિલ્મથી અમારી વચ્ચે (સાથી કલાકારો સાથે) સારી દોસ્તી બની ગઈ છે.”

પ્રતીક ગાંધીની સાથે આ ફિલ્મમાં એક અન્ય ગુજરાતી કલાકાર શિવમ પારેખ પણ જોવા મળશે. શિવમે આ ફિલ્મમાં કામ મળવાનો અને કામનો અનુભવ કહેતા કહ્યું કે, “3 વર્ષ પહેલા મુંબઈમાં એક કાસ્ટિંગ ડિરેક્ટરને મારું ઇન્ટ્રોડક્શન આપ્યું હતુ. જ્યારે મિત્રો ફિલ્મનું કાસ્ટિંગ હતુ ત્યારે તેમના આસિસ્ટન્ટે મારો કોન્ટેક્ટ કર્યો અને મને આ ફિલ્મ મળી.” નિતિન કક્કર અને જેકી ભગનાની સાથે કામ કરવાના અનુભવ વિશે શિવમ પારેખ અને પ્રતિક ગાંધી કહે છે કે, “બોલીવુડમાં અમારી આ પહેલી ફિલ્મ છે, પરંતુ પહેલા દિવસથી ટીમ સાથે સારુ બોન્ડિંગ થઇ ગયું હતુ. ફિલ્મમાં બહું જ મસ્તી કરી છે જે તમે ફિલ્મ જોશો તો ખબર પડશે.”

આ પણ વાંચો: 14 સપ્ટેમ્બરે રીલીઝ થશે ગુજરાતી છાંટવાળી ફિલ્મ ‘મિત્રો’, અમદાવાદમાં થયું છે શૂટિંગ

તો ફિલ્મની અભિનેત્રી ક્રિતિકા કામરા જણાવે છે કે, “ફિલ્મની શરૂઆતમાં અમે એકબીજાને ઓળખતા નહતા, પરંતુ જેમ જેમ શૂટિંગ શરૂ થયું અને અમારા કેરેક્ટર્સની દોસ્તી વધી તેમ તેમ અમારી વચ્ચે પણ મિત્રતા થઈ.” ઉલ્લેખનીય છે કે ‘મિત્રો’ ફિલ્મમાં ગુજરાતી છાંટ જોવા મળશે. આ ફિલ્મ 14 સપ્ટેમ્બરનાં રોજ રીલીઝ થવા જઇ રહી છે. ફિલ્મનું નિર્દેશન નિતિન કક્કરે કર્યું છે. ફિલ્મમાં જેકી ભગનાની, ક્રિતિકા કામરા, પ્રતીક ગાંધી અને શિવમ પારેખ છે.