ભૂજમાંથી પકડાયા ISIના 2 જાસૂસ - Sandesh
  • Home
  • Bhuj
  • ભૂજમાંથી પકડાયા ISIના 2 જાસૂસ

ભૂજમાંથી પકડાયા ISIના 2 જાસૂસ

 | 11:31 pm IST

હાલ ઉરી ટેરર એટેક અને સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત પાકિસ્તાનની સરહદ પરની પરિસ્થિતિ તંગ બની છે. સરહદો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. દરિયાઈ માર્ગે પણ સુરક્ષા વધારી દેવાઈ છે. ત્યારે પાકિસ્તાનની દરેક હલચલ પર ભારતીય જવાનો દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આવા તણાવભર્યા માહોલની વચ્ચે ગુજરાત એટીએસએ કચ્છમાંથી આઈએસઆઈના બે જાસૂસોની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના ભૂજમાથી આઈએસઆઈના બે જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસને આ જાસૂસોને પકડવામાં આખરે સફળતા મળી છે. છેલ્લા 24 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું હતું. ગુજરાત એટીએસએ મહોમ્મદ અલાના અને સફુર સુમરાની જાસૂસી કરવા બદલ ધરપકડ કરી છે. આ બંને આઈએસઆઈ જાસૂસો મિલીટરી મુમેન્ટની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડતા હતા. તેમના ઘરે રેડ કરતા શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી.

હાલ તમામ સુરક્ષા એજન્સીઓએ બંને જાસૂસોની પૂછપરછ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન