પંચાયતની ચૂંટણીનું પરિણામ : 8 તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો, 7 બીજેપી, બેમાં ટાઇ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Gandhinagar
 • પંચાયતની ચૂંટણીનું પરિણામ : 8 તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો, 7 બીજેપી, બેમાં ટાઇ

પંચાયતની ચૂંટણીનું પરિણામ : 8 તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો, 7 બીજેપી, બેમાં ટાઇ

 | 9:54 am IST

આજે ગુજરાતમાં 2 જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયત ચૂંટણીની આજે મતગણતરી થઇ ગઇ છે. 17 તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસને 8 અને બીજેપીને 7 તાલુકા પંચાયતમાં સત્તા મળી છે. જ્યારે દિયોદર અને લાખણી તાલુકા પંચાયતમાં ટાઈ થઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 14 તાલુકા અને જિલ્લામાં પંચાયતની બેઠકોની મતગણતરી થઈ રહી છે. ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીની 44 બેઠકોની મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 53 ટકા મતદાન થયું હતું. તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 51 ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરીને લઇને વહીવટીતંત્ર પણ સજ્જ કરી દેવાયું છે. વહીવટીતંત્ર દ્વારા મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. આમ, આજે કુલ 1005 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

ચૂંટણીના પરિણામોનું લાઈવ અપડેટ્સ

  • 17 તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસને 8 અને બીજેપીને 7 તાલુકા પંચાયતમાં સત્તા મળી છે.
  • કઠલાલનાં ખલાલમાં ભાજપ દ્વારા ઉજવણી. ખેડા જિલ્લા પંચાયત, કઠલાલ તા.પં.માં જીતની ઉજવણી કરાઈ. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ઉજવણી સમારોહમાં ઉપસ્થિત રહીને વિજયી ઉમેદવારોનું અભિવાદન કરશે.
  • ખેડા જીલ્લા પંચાયતની સામાન્ય ચુંટણીની ૪૪ બેઠકોના થયેલા મતદાન અને કઠલાલ તાલુકા પંચાયત અને કપડવંજ તાલુકા પંચાયતની મતગણતરી આજે યોજાઈ હતી જેમાં જીલ્લા પંચાયત પર ભાજપનું કમળ ખીલ્યું છે,જયારે તાલુકા પંચાયત ની વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકા પંચાયત પર કોંગ્રેસ નો અને કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપ નો વિજય થયો છે
  • બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો કબજો. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની 34 બેઠક પર જીત, 28 બેઠક પર ભાજપની જીત, 2 બેઠકનું પરિણામ બાકી
  • સુરેન્દ્રનગર : જીલ્લા પંચાયતની ખોડુ સીટ માટે યોજાયેલ પેટા ચુટણીમા ભાજપનો વિજય કોગ્રેસ પાસેથી આ સીટ ભાજપે આચકી
  • ડીસામાં તાલુકા પંચાયતમાં 37 પૈકી 24 બેઠક પર ભાજપની જીત. કોંગ્રેસનાં ફાળે 12 બેઠક, 1 પર અપક્ષની જીત
  •  ગાંધીનગર તા.પં. પરથી ભાજપની સત્તા કોંગ્રેસે આંચકી. 18 બેઠક પર કોંગ્રેસ, 13 બેઠક પર ભાજપની જીત. 34 બેઠકમાંથી અપક્ષના ફાળે 3 બેઠક આવી.
  •  બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ. 30 બેઠક પૈકી 21માં કોંગ્રેસની જીત થઈ. ભાજપનાં ફાળે 6 બેઠક, 1 પર અપક્ષની જીત
  •  બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનની ચૂંટણીમાં હાર થઈ. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના હાલના ચેરમેન બાબરાભાઈ પટેલ લવાણા બેઠક પર હાર્યા
  •  ખેડાના કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ. 24 બેઠક પૈકી ભાજપને 14, કોંગ્રેસને ફાળે 10 બેઠક ગઈ. 2 બેઠક પર અપક્ષની જીત
  •  ખેડાના કપડવંજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત. 26 બેઠકો પૈકી કોંગ્રેસને 14, ભાજપને ફાળે 9 બેઠક. 4 બેઠક પર અપક્ષનો વિજય
  •  બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. 66 બેઠકો પૈકી 48 બેઠકોનું પરિણામ જાહેર થયું, જેમાં કોંગ્રેસ – 25, BJP – 23 બેઠક પર વિજયી
  • ડીસા તાલુકા પંચાયતમાં ભાજપ જીત જીત તરફ સરકી રહ્યું છે. 38 બેઠક પૈકી 22 બેઠકોના પરિણામ જાહેર થયા. જેમાં ભાજપને 15, કોંગ્રેસને 6 અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. તો તા.પંચાયતમાં પૂર્ણ બહુમતથી ભાજપ હાથવેંત દૂર છે.
  • ખેડા જિલ્લા પંચાયતમાં BJP બહુમતી તરફ. બહુમતથી BJP માત્ર 2 બેઠક દુર છે. ખેડા જિ.પં.માં BJPને ફાળે 21 અને કોંગ્રેસનો 10 બેઠક પર જીત. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી મામલે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યુ કે, ગ્રામીણ ક્ષેત્રની જનતાનો આભાર. ઉપચૂંટણીમાં 3માં BJPની જીત થઈ છે. તા. પંચાયતની 19 બેઠકો પર BJPની જીત છે. તો ખેડા જિ.માં 44માંથી 25 બેઠક જીતી કબજે કરી છે.
  • કપડવંજ તા.પં.ની ગરોડ બેઠક પર ટાઈ પડી. જેમાં ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવાતા કોંગ્રેસના સદગુણાબેન પરમાર વિજેતા જાહેર થયા.
  • દાંતાના ધારાસભ્ય કાંતી ખરાડીના પુત્ર દિનેશ ખરાડીની 46 વોટથી હાર થઈ છે. અમીરગઢ તા.પં.માં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યુ. અમીરગઢ તાલુકામાં 5 બેઠકો પર BJPની જીત
  •  ખેડા જિલ્લા પંચાયતમાં આંત્રોલી બેઠક પર પુર્વ MLAના મણિભાઈ પટેલના પુત્ર નિલેશ પટેલની હાર થઈ. આંત્રોલી બેઠક પર કોંગ્રેસની જીત થઈ.
  • અમરેલીની ધારી તા.પં.ની 3 બેઠકો ગોપાલગ્રામ, દિતલા અને વીરપુરની બેઠકો પર કોંગ્રેસની જીત થઈ
  • ગાંધીનગર તા.પં.ની 36 બેઠકો પૈકી 6નું પરિણામ જાહેર. 4 બેઠક BJP, 2 કોંગ્રેસને ફાળે
  • કઠલાલ તા.પં.ની કુલ 24 બેઠક પૈકી 6નું પરિણામ જાહેર. 6 બેઠકો પૈકી 4 બેઠક BJP અને 2 બેઠક કોંગ્રેસના ફાળે
  • ગાંધીનગર તાલુકા પંચાયતની અડાલજ સીટ પર ભાજપના જસીબેન ફુલજી ઠાકોર 1400 મતોથી વિજેતા બન્યા. રાયપુર બેઠક પર ભાજપના બાલુબેન રામજી ઠાકોર 106 મતે વિજેતા.

 •  ભરૂચ જિલ્લા પંચાયતની દેવલા બેઠક પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિલાસબેન પઢીયારનો 2176 મતે વિજય.
 •  ખેડા જિલ્લા પંચાયતની કપડવંજની અલવા બેઠક ઉપર ભાજપના મધુબેન ધૂરાભાઈ સોલંકી વિજેતા. તો કપડવંજ તાલુકા પંચાયત અલવા બેઠક ઉપર સમધણ બેન રાઠોડ ભાજપનો વિજય થયો. ખેડા જિલ્લા પંચાયતની કઠલાલ તાલુકાની અનારા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા જિલ્લા પંચાયતની 2 સીટ ભાજપને ફાળે
 • ભાભર તા.પં.માં 18 પૈકી એક બેઠક કોંગ્રેસના ફાળે
 • ડીસા તા.પં.ની ઝેરડા સીટ પર કોંગ્રેસનો વિજય
 • બનાસકાંઠાની અમિરગઢ બેઠક પર BJPની જીત
 • પાલનપુર તા.પં.ની ખોડલા અને ચડોતરમાં BJPની જીત
 • કઠલાલ તા.પં.ની અપરૂજી – અનારા બેઠક પર BJPની જીત
 • થરાદની ભોરલ તા.પં.માં BJPની જીત
 • થરાદની મોરથલ તા.પં. સીટ પર ભાજપનો વિજય
 • વડગામ તા.પં.ની બાવલચુડી સીટ ભાજપને ફાળે
 • ખેડાની ધુણાદાર સીટ પર ભાજપનો વિજય
 • અમીરગઢ તાલુકા પંચાયત સીટ ભાજપને ફાળે
 • ડીસાની બાઈવાડા તા.પં. બેઠક પર ભાજપનો વિજય
 • બનાસકાંઠાની દિયોદર તા.પં.માં કોંગ્રેસની જીત
 • દાંતા તા.પં. ભાદરમલ બેઠક પર કોંગ્રેસની જીત
 • ખેડા જિ.પં.માં મંજીપુરા બેઠક પર BJPની જીત
 • બનાસકાંઠા જિ.પં.ની ભડથ બેઠક પર BJPની જીત
 • દાંતા તા.પં.ની દલપુરા બેઠક પર કોંગ્રેસનો વિજય
 • ખેડા જિ.પં.ની અલવા બેઠક પર BJPનો વિજય
 • પાલનપુર તા.ની ચંડોતર બેઠક પર ભાજપની જીત
 •  ઠાસરાના રાણયા તા.પં.ની પેટા ચૂંટણીમાં BJPની જીત
 •  બનાસકાંઠાની ભૂતેડી બેઠક પર કોંગ્રેસનો વિજય
 •  અંબાજી 1 બેઠક પર BJPના મંજૂબેન વણજારા વિજેતા
 •  દાંતા તાલુકા પંચાયતમાં 26 પૈકી 2 બેઠક BJPના ફાળે

 

બનાસકાંઠામાં ધક્કામુક્કી થઈ
બનાસકાંઠાના ડીસા ની ડી.એન.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ ગઈ છે. અહી ડીસા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની 9 સીટના પરિણામો જાહેર થશએ. જોકે તબક્કાવાર પરિણામો જોવા બહાર ભારે ભીડ ભેગી થતા ધક્કામુકી સર્જાઈ હતી. ઉમેદવાર અને એજન્ટના પ્રવેશને લઈને ધક્કામુક્કી સર્જાઈ હતી. પોલીસ દ્વારા એજન્ટોને રોકતા ધક્કામુક્કીનો બનાવ બન્યો હતો. બપોર સુધી પરિણામો જાહેર થતા સત્તા સૂત્રો કોણ સંભાળશે તેનુ ચિત્ર પણ સ્પષ્ટ થશે.