2 Lakh 500 Hundreds Fine To Truck Owner And Driver In Delhi
  • Home
  • Featured
  • ટ્રાફિક દંડનો સર્જાયો રેકૉર્ડ, 2 લાખ 500 રૂપિયાનો ફટકારવામાં આવ્યો મેમો

ટ્રાફિક દંડનો સર્જાયો રેકૉર્ડ, 2 લાખ 500 રૂપિયાનો ફટકારવામાં આવ્યો મેમો

 | 11:14 pm IST

મોટર વ્હિકલ એક્ટ 2019 અંતર્ગત મોટો મેમો ફટકારવાનો રેકોર્ડ બન્યો છે. દેશની રાજધાની દિલ્લીમાં એક ટ્રકનો 2 લાખ 500 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો. આ મેમો રોહિણી કૉર્ટમાં પૂજા અગ્રવાલની કૉર્ટમાં થયો છે. જે ટ્રક ચાલકનાં નામે મેમો છે તેનું નામ રામ કિશન છે. કૉર્ટે મેમોની અડધી રકમ ચાલક પાસેથી અને અડધી રકમ ટ્રક માલિક પાસેથી વસૂલવાનું કહ્યું છે. આ પહેલા 5 દિવસ પહેલા રાજસ્થાનનાં ટ્રકનો 14,1700 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો હતો.

કેમ થયો આટલો દંડ?

ટ્રક ડ્રાઇવરને જે મેમો ફટકારવામાં આવ્યો તેમાં ઑવરલૉડિંગ 20,000+36,000 (18 ટન વધારાનો માલ હતો. પ્રતિ ટન 2 હજાર રૂપિયાનો દંડ થયો.), ડ્રાઇવિંગ લાયસન્સનાં 5 હજાર, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનાં 10 હજાર, ફિટનેસ ફી 10 હજાર, પરમિટ 10 હજાર, ઇન્શ્યોરન્સ 4 હજાર, પૉલ્યૂશન સર્ટિફિકેટ 10 હજાર, ટ્રકમાં ભરવામાં આવેલા સામાન પર કશું ઢાંકવામાં નહોતુ આવ્યું તેના 20 હજાર, સીટ બેલ્ટ વગર ડ્રાઇવિંગ કરવાના 1 હજાર આમ કુલ 2 લાખ 500 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો.

ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘન બદલ ભલે ભારેભરખમ દંડનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો હોય, પરંતુ હજુ પણ ગાડીઓ ચલાવનારા અનેક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા નથી. દિલ્લીમાં છેલ્લા 5 દિવસની અંદર 20થી 25 હજારની વચ્ચે મેમો આપવામાં આવ્યા છે.

આ વિડીયો પણ જુઓ: જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન