૨૪ કલાકમાં ૩૯૬ નવા કેસ અને ૨૭નાં મોત ગુજરાતમાં પ્રથમવાર ૭૩ દર્દી વેન્ટિલેટર પર - Sandesh
  • Home
  • Gujarat
  • ૨૪ કલાકમાં ૩૯૬ નવા કેસ અને ૨૭નાં મોત ગુજરાતમાં પ્રથમવાર ૭૩ દર્દી વેન્ટિલેટર પર

૨૪ કલાકમાં ૩૯૬ નવા કેસ અને ૨૭નાં મોત ગુજરાતમાં પ્રથમવાર ૭૩ દર્દી વેન્ટિલેટર પર

 | 1:04 am IST

। ગાંધીનગર ।

ગુજરાતમાં કોરોના સામેના જંગમાં એકદમ અસરકારક પગલાં ભરાઈ રહ્યા હોવાના સરકારના દાવાની એકધારી પોલ ખુલી રહી છે અને પહેલાથી જ કાગળ ઉપર રહેલા નિયંત્રણને કારણે લોકડાઉનના ૬૧માં દિવસે હોટસ્પોટ અમદાવાદમાં તો ૨૭૭ પોઝિટીવ કેસ મળ્યા જ છે પરંતુ તે સિવાય ૧૮ જિલ્લાઓમાંથી કોવિડ-૧૯ના કેસ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આઘાતજનક હકીકત તો એ છે કે, છેલ્લા પચ્ચીસ દિવસથી રાજ્યમાં કોરોના પોઝિટિવની રોજેરોજની કુલ સંખ્યા સતત ૩૦૦થી વધુ જ રહી છે.

શનિવારે સાંજે જાહેર થયેલા મેડિકલ બુલેટિનમાં ૨૪ કલાકમાં અમદાવાદમાં સરેરાશ એક કલાકે એક મૃત્યુ નોંધાયુ છે. સુરતમાં ત્રણ સહિત કુલ ૨૭ના મૃત્યુ થતા ગુજરાતમાં કોરોના વાઈરસથી ૮૨૯ને જીવ ગુમાવવા પડયા છે. એટલુ જ નહી, ગુજરાતમાં પહેલો કેસ નોંધાયાના ૬૬ દિવસમાં ૧૩,૬૬૯એ પહોચેલા કોરોનાના કેસો પૈકી પ્રથમ વખત ૭૩ જેટલા દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવા પડયાનું સરકારે જાહેર કર્યું છે.

કોરોના મહામારીમાં ભારતમાં નોંધાયેલા ૩,૭૨૦ પૈકી ગુજરાતમાં જ ૮૨૯નો મૃત્યુ થયા છે. અમદાવાદમાં વધુ ૨૭૭ પોઝિટિવ રિપોર્ટ મળતા આ એક જ શહેરમાં ગુજરાતના ૬૦ ટકાથી વધુ ૧૦,૦૦૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં દર લાખે ૧૪૨ પોઝિટિવ દર્દીઓ છે ત્યારે વસતીના પ્રમાણમાં ભારતમાં સૌથી વધુ મૃત્યુદર (૬૬૯ મોત) પણ આ જ શહેરમાં નોંધાયા છે. જે ગુજરાતમાં સરકારી આરોગ્ય વ્યવસ્થામાં કઈ હદે ઉણપો છે તેની ચાડી ખાય છે. શનિવારે ૨૭ પૈકી ૧૦ દર્દીઓના મૃત્યુ માત્ર કોવિડ-૧૯ને કારણે થયાનું કહેવાયુ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ચેપ લાગ્યા પહેલા બીજી કોઈ જ બિમારી કે રોગ ન હોવા છતાંયે ૨૭૬ જેટલા નાગરીકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે. જ્યારે ૫૫૩ના મૃત્યુ પાછળ કોરોના વાઈરસ ઉપર કો-મોર્બિડ અવસ્થા જવાબદાર હોવાનું જણાવાયુ છે.

૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૭૭ કેસ ઉપરાંત સુરતમાં ૨૯, વડોદરામાં ૩૫, ગાંધીનગરમાં ૯, જૂનાગઢમાં ૮ બાજુમાં આવેલા ગીર- સોમનાથમાં ૬, અરવલ્લીમાં ૫ અને મહેસાણામાં ૪ નવા કેસ નોંધાયા હતા. મોટાભાગના જિલ્લાઓમાં એક સપ્તાહે પહેલા બહારથી આવેલા નાગરીકોમાં કોરોના વાઈરસ મળી રહ્યો છે. મોરબીમાં ૧૦ દિવસ પછી કોરોનાએ માથુ ઉચકતા છેક સુધી શાંત રહેલા આ જિલ્લામાં પોઝિટીવ કેસની સંખ્યા વધીને ૩ થઈ છે. એક માત્ર ડાંગમાં જ હાલમાં એક પણ એક્ટિવ કેસ નથી. તો બીજી તરફ ચેપગ્રસ્ત દર્દીઓને સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં જગ્યા નથી. શનિવારે અમદાવાદમાં ૫૪૬૮, સુરતમાં ૩૪૭, વડોદરામાં ૨૮૧ એક્ટિવ કેસ હતા. જ્યારે ૨૧ જિલ્લામાં ડબલ ડિઝિટમાં જ્યારે પાંચ જિલ્લામાં સિંગલ ડિઝટમાં દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતમાં ૩૧ જિલ્લાઓમાં સારવાર લઈ રહેલા ૬૬૭૧ પૈકી પ્રથમવખત ૭૩ દર્દીઓને વેન્ટિલેટરને સહારે રાખવા પડયા છે. છેલ્લા પાંચ- છ દિવસથી વેન્ટિલેટર ઉપર રહેલા દર્દીઓની સંખ્યામાં અચાનક જ ઉછાળો આવી રહ્યો છે.

શનિવારે અમદાવાદમાં કોવિડ-૧૯ હોસ્પિટલોમાંથી ૨૦૬, સુરતમાં ૨૮, વડોદરામાં ૧૫, ગાંધીનગરમાં ૯, દેવભૂમિ દ્વારકામાં ૭, કચ્છમાં ૬, જામનગરમાં પાંચ એમ રાજ્ય કુલ ૧૪ જિલ્લાઓમાંથી ૨૮૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. અમદાવાદમાં કુલ ૧૦,૦૦૧ કેસ પૈકી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા ૩૮૬૪ થઈ છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં ૬,૧૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ મળ્યા છે. હોટસ્પોટ એરિયા અને રાજ્ય બહારથી આવી રહેલા મુળવતનીઓને કારણે ગુજરાતમાં કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર- સોમનાથ, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં કોરોના માથુ ઉચકી રહ્યો છે. આ સ્થિતિને નિયંત્રિત કરવા ૨૪ કલાકમાં બહારથી આવનારા તેમજ પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં રહેલા ૫૧ હજારથી વધુ નાગરીકોને ક્વોરન્ટાઈન હેઠળ મુકવામાં આવ્યા છે.

જિલ્લો          આજના કુલ

                        કેસ     કેસ

અમદાવાદ     ૨૭૭   ૧૦૦૦૧

વડોદરા                ૩૫     ૮૦૬

સુરત           ૨૯     ૧૨૮૫

રાજકોટ         ૦૪     ૮૭

ભાવનગર      ૦૦     ૧૧૪

આણંદ          ૦૩     ૯૦

ભરૂચ           ૦૦     ૩૭

ગાંધીનગર      ૦૯     ૨૧૦

પાટણ          ૦૨     ૭૧

પંચમહાલ     ૦૦     ૭૨

બનાસકાંઠા     ૦૦     ૯૯

નર્મદા          ૦૦     ૧૫

છોટા ઉદેપુર    ૦૦     ૨૨

કચ્છ           ૦૦     ૬૪

મહેસાણા        ૦૪     ૯૯

બોટાદ          ૦૦     ૫૬

પોરબંદર       ૦૧     ૦૬

દાહોદ          ૦૦     ૩૨

ગીર-સોમનાથ  ૦૬     ૪૪

ખેડા            ૦૨     ૫૯

જામનગર      ૦૦     ૪૬

મોરબી         ૦૧     ૦૩

સાબરકાંઠા      ૦૦     ૬૩

અરવલ્લી       ૦૫     ૯૮

મહીસાગર      ૦૨     ૭૯

તાપી           ૦૩     ૦૬

વલસાડ                ૦૦     ૧૮

નવસારી        ૦૧     ૧૫

ડાંગ            ૦૦     ૦૨

સુરેન્દ્રનગર     ૦૨     ૨૩

દેવભૂમિ દ્વારકા  ૦૦     ૧૨

જૂનાગઢ                ૦૮     ૨૬

અમરેલી        ૦૨     ૦૪

અન્ય રાજ્ય    ૦૦     ૦૫

કુલ             ૩૯૬  ૧૩,૬૬૯

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;