Crime Branch Detained 2 Sharpshooter In jayanti bhanushali Murder Case
  • Home
  • Ahmedabad
  • જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાંચને મળી સફળતા, 2 શાર્પશૂટર્સની અટકાયત

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાંચને મળી સફળતા, 2 શાર્પશૂટર્સની અટકાયત

 | 11:07 am IST

BJPનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાંચ અને SITને સફળતા મળી છે. ભાનુશાળીને ગોળી મારનારા 2 શાર્પશૂટરોની ઓળખ થઈ છે. આ ઘટનામાં શેખર મારૂ, સુરજીત ભાઉ અને મનીષાની ક્રાઇમ બ્રાંચે અટકાયત કરી છે. ક્રાઇમ બ્રાંચે ત્રણેય આરોપીઓની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે. તપાસ એજન્સીએ એક કાર પણ જપ્ત કરી છે. ભાનુશાળીનો પીછો કરવા માટે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે બતાવેલા CCTVનાં આધારે મનજીબાપુએ સુરજિતને ઓળખી કાઢ્યો હતો. સુરજિત ભાઉ અગાઉ જયંતિ ભાનુશાળીનાં ફાર્મ પર કામ કરતો હતો.

તો મનજીબાપુને જયંતિ ભાનુશાળી પોતાના ગુરૂ માનતા હતા. મનીષાએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જો કે ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થયું હતુ. મનજીબાપુએ સમાધાન કરાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. ક્રાઇમ બ્રાંચને મનજીબાપુએ કહ્યું કે, “મે ભાનુશાળીને ચેતવ્યા હતા.” બીજી તરફ ભાનુશાળીનાં ભત્રીજા સુનીલે તેના કાકાની હત્યામાં શામેલ હોય તેવા 6 શકમંદોમાંથી એક ઉમેશ પરમારનું નામ લખાવ્યું હતુ. ઉમેશ પરમારે આ કેસમાં તેને ખોટી રીતે સંડોવાયો હોવાની રજૂઆત કરી સુનીલ ભાનુશાળી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગાંધીધામ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ટ્રેન ઉપડતા પહેલા 2 જનરલ ટિકિટ ACમાં કન્વર્ટ કરાઈ હતી. ટિકિટ ચેકર પાસે સેકન્ડ ACમાં ટિકિટ કન્વર્ટ કરાઈ હતી. ટિકિટ કન્વર્ટ કરાવનાર કોણ અને કેમ તે વિશે પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યારાઓ સેકન્ડ ACનાં દરવાજાથી અંદર ઘુસ્યા હોવાની પોલીસને માહિતી છે. ટિકિટ કન્વર્ટ કરાવનારા જ હત્યારા છે કે અન્ય કોઈ તે વિશે પોલીસે તપાસ હાથ ધરી છે.