શ્રીનગરમાં સુરક્ષા બળોને મળી વધુ એક સફળતા, એન્કાઉન્ટરમાં વધુ 2 આતંકી ઠાર - Sandesh
NIFTY 10,437.65 +16.25  |  SENSEX 33,911.93 +-6.01  |  USD 64.9500 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • શ્રીનગરમાં સુરક્ષા બળોને મળી વધુ એક સફળતા, એન્કાઉન્ટરમાં વધુ 2 આતંકી ઠાર

શ્રીનગરમાં સુરક્ષા બળોને મળી વધુ એક સફળતા, એન્કાઉન્ટરમાં વધુ 2 આતંકી ઠાર

 | 1:55 pm IST

જમ્મૂ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના કરણનગરમાં સુરક્ષા બળોને વધુ એક સફળતા હાથ લાગી છે. અહીં સ્થિત સીઆરપીએફ કેંમ્પ પાસે થયેલી સશસ્ત્ર અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતાં. સીઆરપીએફ કેંમ્પ નજીક આવેલી એક ઈમારતમાં 4 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. આતંકવાદીઓનો સામનો કરી રહેલા જવાનો પર પથ્થરબાજોએ ભારે પથ્થરમારો કર્યો હતો.

સીઆરપીએફના આઈજી ઓપરેશન જુલ્ફિકાર હસન કહ્યું હતું કે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કરણનગરમાં બંને તરફથી સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે. બીજી બાજુ સુંજવાન આર્મી કેંમ્પમાંથી વધુ એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આમ સુંજવાન આતંકવાદી હુમલામાં શહીદોની સંખ્યા 6 થઈ ગઈ છે.

સુંજવાનમાં આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલા બાદ ગઈ કાલે સોમવારે આતંકવાદીઓએ શ્રીનગરના કરણ નગર ખાતે આવેલા સીઆરપીએફ કેંમ્પમાં હુમલાનો પ્રત્યત્ન કર્યો હતો. અથડામણમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઈ ગયો હતો જ્યારે બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યાં હતાં. જ્યારે આજે બીજા દિવસે સીઆરપીએફ કેમ્પ નજીક આવેલી એક બિલ્ડિંગમાં ચાર આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. સીઆરપીએફએ બિલ્ડિંગને ઘેરી લીધી હતી અને 2 આતંકવાદીઓને ઠાર કર્યાં હતાં.

ઈમારતમાંથી થોડી થોડી વારે ગોળીબારનો અવાજ આવી રહ્યો છે. જ્યારે ઈમારતમાં એક વિસ્ફોટ થયાનું પણ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

ગઈ કાલે સીઆરપીએફના આઈજી રવિદીપ સહાયે જણાવ્યું હતું કે, સવારે 2 આતંકવાદીઓએ સીઆરપીએફ હેડક્વાર્ટરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદીઓ હેડક્વાર્ટરમાં ઘુસવામાં સફળ થયા ન હતાં, પરંતુ નજીકની એક બિલ્ડિંગમાં ઘુસી ગયાં હતાં. ઈમારતમાંથી 5 પરિવારોને સુરક્ષીત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઓપરેશન યથાવત છે.

શ્રીનગરના કરણ નગરમાં પણ આતંકવાદીઓ સુંજવાન જેવો જ હુમલો કરવાની ફિરાકમાં હતાં. આ હુમલામાં સીઆરપીએફને સેના કરતા પણ વધારે નુંકશાન થઈ શક્યું હોત જો સંતરી રઘુનાથે પોતાના જીવની પરવાહ કર્યા વગર આતંકવાદીઓ સાથે બાથ ના ભીડી હોત. સોમવારે સવારે 4:30 વાગ્યે આતંકવાદીઓએ જેવો સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો કે સીઆરપીએફના સંતરી રઘુનાથે આડેઘડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં 2 આતંકવાદીઓ ઠાર થયાં હતાં અને બાકીના અન્યોએ ભાગી છુટવા મજબુર બનવું પડ્યું હતું. ત્રાસવાદીઓએ નજીકની એક ઈમારતમાં છુપાવવું પડ્યું હતું.