જમ્મુ-કાશ્મીર: હંદવાડામાં આતંકી હુમલો, સેનાએ ઈટનો જવાબ પથ્થરથી આપતા 2 આતંકી ઢેર - Sandesh
  • Home
  • India
  • જમ્મુ-કાશ્મીર: હંદવાડામાં આતંકી હુમલો, સેનાએ ઈટનો જવાબ પથ્થરથી આપતા 2 આતંકી ઢેર

જમ્મુ-કાશ્મીર: હંદવાડામાં આતંકી હુમલો, સેનાએ ઈટનો જવાબ પથ્થરથી આપતા 2 આતંકી ઢેર

 | 7:37 pm IST

જમ્મુ-કાશ્મીરના હંદવાડમાં આતંકી હુમલો થયો છે. આતંકિઓએ પોલીસની એક પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કરી દીધો હતો. પોલીસ અને સેનાની કાર્યવાહીમાં બે આતંકીઓ ઢેર થઈ ગયા હતા. જ્યારે એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થઈ ગયો હોવાના સમાચાર આવી રહ્યાં છે. સેના અને પોલીસે તે વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને વિસ્તારમાં વધારે આતંકીઓ હોય તો તેમને શોધી કાઢવાનો અભિયાન હાથ ધરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર માર્યા ગયેલા બે આતંકી સ્થાનિક નાગરિક હતા અને તેમનું આતંકી સંગઠન લશ્કર એ તયબાહ સાથે સંબંધ ધરાવતા હતા.