2 TV Actress died in Road Accident trying to avoid truck
  • Home
  • Entertainment
  • Bollywood
  • શૂટિંગમાંથી પરત ફરી રહેલી 2 TV અભિનેત્રીઓના રોડ અકસ્માતમાં મોત, 2 ઘાયલ

શૂટિંગમાંથી પરત ફરી રહેલી 2 TV અભિનેત્રીઓના રોડ અકસ્માતમાં મોત, 2 ઘાયલ

 | 7:48 pm IST

એક કાર અકસ્માતમાં બે ટીવી એક્ટ્રેસના મોત થયા છે. બંને અભિનેત્રીઓ શૂટિંગ કરીને પાછી ફરી રહી હતી ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કારમાં કુલ ચાર ટીવી અભિનેત્રીઓ હતી. જેમાંથી 2 અભિનેત્રીઓના મોત થયા છે જ્યારે અન્ય બે ગંભીરરૂપે ઘાયલ થઈ છે. આ ચારેય અભિનેત્રીઓ દક્ષિણ ભારતની છે.

અકસ્માતમાં જીવ ગુમાનવારી બંની ટીવી અભિનેત્રીઓના નામ અનુષા રેડ્ડી અને ભાર્ગવી છે. હૈદરાબાદમાંથી પોતાની અપકમિંગ પ્રોજેક્ટનું શૂટિંગ પૂરૂ કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટના આજે સવાર વિકારાબાદ નજીક ઘટી હતી.

અહેવાલ પ્રમાણે દુર્ઘટના સામેથી આવી રહેલી એક ટ્રકના કારણે સર્જાઈ હતી. અભિનેત્રીએ સામેથી આવી રહેલી ટ્રકથી બચવા માટે સાંકડા રોડ પર ગાડી રોડની બાજુમાં લેવાનો પ્રયાસ કર્યો, પણ કાર પરથી નિયંત્રણ ગુમાવી દેતા કાર સીધી એક ઝાડ સાથે જઈને ધડાકાભેર અથડાઈ હતી.

આ અકસ્માતમાં બે ટીવી અભિનેત્રીઓના મોત નિપજ્યા જ્યારે બીજી બે અભિનેત્રીઓ ગંભીર રૂપે ઘાયલ થઈ હોવાના અહેવાલ છે. આ બંને ઈજાગ્રસ્ત અભિનેત્રીઓ સારવાર હેઠળ છે.

અહેવાલ પ્રમાણે મૃતક ટીવી અભિનેત્રી ભાર્ગવીની ઉંમર 20 તો અનુષા 21 વર્ષની હતી. આ બંને ટીવી અભિનેત્રીઓ તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચમકવાના સપના જોઈ રહી હતી. હાલ બંને નાના પડદે કામ કરી રહી હતી. ભાર્ગવી ટીવી શો મુત્યાલા મગ્ગૂમાં નેગેટિવ રોલ અદા કરી રહી હતી. જ્યારે અનુષા પણ કેટલાક પ્રોજેક્ટ્સમાં કામ કરી ચુકી છે. અનુષા રેડ્ડી તેલંગાણાના જયશંકર ભુપાલાપલ્લીની રહેવાસી છે.

આ વીડિયો પણ જુઓ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરલની મુલાકાતે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન