૨ વર્ષનું બાળક પણ બીજાના વિચારો સમજી શકે છે : શોધ - Sandesh
  • Home
  • Newspaper
  • ૨ વર્ષનું બાળક પણ બીજાના વિચારો સમજી શકે છે : શોધ

૨ વર્ષનું બાળક પણ બીજાના વિચારો સમજી શકે છે : શોધ

 | 1:46 am IST

સંશોધક ટીમે ૧૪૪ બાળકો પર અખતરો કર્યો

સંશોધક ટીમે ૧૪૪ બાળકો પર અખતરો કર્યો હતો. પહેલા અખતરામાં સંશોધકોએ એક બાળકની સામે એવું દેખાડવાનો પ્રયાસ કર્યો કે રોબોટને ચલાવવા માટે રિમોટબટનનો કેવી રીતે ઉપયોગ કરવો. સંશોધકોને માલૂમ પડયું કે રિમોટકન્ટ્રોલને દબાવતી વખતે બાળકો તેની સામે બેઠેલાં લોકો વિશે વિચારતા હતા તેની નોંધ મશીનમાં લેવાઈ હતી. બાળકો આખું વાક્ય બોલે તે પહેલાં બીજાનો અભિપ્રાય સમજી શકે છે. અગાઉનાં સંશોધનમાં એવું કહેવામાં આવ્યું હતું કે બાળક જ્યારે ચાર કે પાંચ વર્ષનું ન થાય ત્યાં સુધી આ વર્તન જણાતું નથી. સંશોધકોએ કહ્યું કે આનાથી અમને એવું સમજવામાં સહાય મળશે કે આપણે બીજાં લોકોના અભિપ્રાય પરત્વે કેવી રીતે અને શા માટે સંવેદનશીલ બનીએ છીએ તે સહેલાઈથી જાણી શકાશે.

ચિમ્પાન્ઝી કરતાં બાળકો વધારે બુદ્ધિમાન હોય છે

જે અખતરાનાં પરિણામો જૂનમાં પ્રસિદ્ધ થયાં હતાં તેમાં એવું જણાવાયું કે મોટાભાગનાં બાળકો ચાર વર્ષની વયે પહોંચતાં પહેલાં ચિમ્પાન્ઝીનાં બૌદ્ધિક સ્તરને વટી જાય છે, એટલે કે ચાર વર્ષની વય સુધીમાં બાળકો ચિમ્પાન્ઝી કરતાં પણ વધારે સચેત બુદ્ધિ ધરાવતાં હોય છે. ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલાં સંશોધનમાં એવું કહેવામાં આવ્યું કે ચાર વર્ષની વય સુધીમાં બાળકો એક એવાં સ્તરે પહોંચે છે કે જ્યાં તેમને ખબર પડે છે પરિણામોની કેવી રીતે આગાહી કરવી.