2 વર્ષના બાળકે તેની માતાનો iPhone 48 વર્ષ માટે લોક કરી દીધો - Sandesh
NIFTY 11,042.85 +34.80  |  SENSEX 36,605.76 +85.80  |  USD 68.5350 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • 2 વર્ષના બાળકે તેની માતાનો iPhone 48 વર્ષ માટે લોક કરી દીધો

2 વર્ષના બાળકે તેની માતાનો iPhone 48 વર્ષ માટે લોક કરી દીધો

 | 4:25 pm IST

આજકાલ લોકો તેમના બાળકોના હાથમાં નાની ઉંમરમાં જ ગેમ રમવા અને વીડિયો જોવા માટે મોબાઈલ ફોન પકડાવી દેતા હોય છે. પરંતુ આમ કરનારાઓએ સાવધ કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ચીનના સાંઘાઈમાં 2 વર્ષના બાળકે તેની માતાના આઈફોનમાં એટલી બધી વાર ખોટો પાસવર્ડ નાખી દીધો કે આઈફોન 2 કરોડ 51 લાખ મીનીટ માટે એટલે કે 48 વર્ષ માટે લોક થઈ ગયો છે.

મહિલાએ જણાવ્યું હતું કે, હું અવાર નવાર મારા દિકરાને મારો ફોન રમવા માટે અને એજ્યુકેશન કંન્ટેટ જોવા માટે આપતી હતી. પરંતુ એક દિવસ મેં જોયું તો તેને એટલી બધી વાર ફોનમાં ખોટો પાસવર્ડ નાખી દીધો હતો કે ફોન અઢી કરોડ મિનીટ એટલે કે 48 વર્ષ માટે લોક થઈ ગયો હતો.

જ્યારે મહિલા ફોન રિપેર કરાવવા ટેક્નિશિયન પાસે લઈ ગઈ તો તેને ત્યાં પણ આશ્ચર્ય પમાડનારી વાત જાણવા મળી હતી. ટેક્નિશિયને કહ્યું હતું કે આઈફોન આટલા બધા સમય સુધી લોક થઈ ગયાની આ પહેલી ઘટના નથી. તેની પાસે આ અગાઉ એવો પણ આઈફોન આવ્યો હતો જે 80 વર્ષ માટે લોક થઈ ગયો હતો.

આટલા સમય માટે કેવી રીતે લોક થઈ ગયો ફોન?

જો તમે આઈફોન વાપરતા હોય તો તમારી સાથે પણ આ મહિલા જેવું બની શકે છે. આઈફોન અને આઈપેડની સિક્યોરિટી સિસ્ટમ જ કંઈક વિચિત્ર છે. તેમાં જેટલીવાર ખોટો પાસવર્ડ નાખવામાં આવે, તેટલી વાર તેના લોક થવાની સમયમર્યાદા વધતી જ જાય છે. પહેલીવાર ખોટો પાસવર્ડ નાખ્યા બાદ તે 30 સેકેન્ડ માટે લોક થઈ જાય છે. ત્યાર બાદ તેમાં ખોટો પાસવર્ડ નાખવામાં આવતા તેની સમયમર્યાદા વધતી જ જાય છે.

કેવી રીતે ફોન થઈ શકે છે રિપેર?

મહિલાએ જે ટેક્નિશિયન પાસે પોતાનો ફોન રિપેર કરાવવા આપ્યો હતો, તેનું નામ વેઈ શુનલોન્ગ છે. તેમણે મહિલાને સલાહ આપી હતી કે આ સ્થિતિમાં ફોન રિપેર થવાની માત્ર એક જ રીત છે કે તેને ફેક્ટરી રીસેટ કે રીબૂટ કરવામાં આવે. જોકે આમ કરવાથી ફોનનો તમામ ડેટા ડિલિટ થઈ જશે. પરંતુ ફોન નવો ખરીદવામાં આવ્યો હોય તેવો થઈ જશે.