over-20-indian-origin-persons-sentenced-in-massive-call-center-scam
  • Home
  • Nri
  • USમાં કરોડો ડૉલરના કૌભાંડમાં ભારતીય મૂળના 21 લોકોને 20 વર્ષની સજા

USમાં કરોડો ડૉલરના કૌભાંડમાં ભારતીય મૂળના 21 લોકોને 20 વર્ષની સજા

 | 12:46 pm IST

અમેરિકામાં કરોડો ડૉલરના કોલ સેન્ટર કૌભાંડમાં સામેલ હોવાના કારણે ભારતીય મૂળના 20થી વધુ લોકોને 20 વર્ષ સુધીની સખ્ત કેદની સજા સંભળાવવામાં આવી છે. ભારત સ્થિત બોગસ કોલ સેન્ટર મારફતે હજારો અમેરિકનોને કરોડો ડૉલરોની છેતરપીંડી કરી હતી. આ અઠવાડિયે જે 21 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તેમને 4થી 40 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

ઘણા આરોપીઓને સજા પુરી થયા બાદ ભારત મોકલવામાં આવશે. અમેરિકાના એટર્ની જેફ સેશંસે આ નિર્ણયને મોટી જીત ગણાવી છે. અમેરિકી અધિકારીઓના મતે, કૉલ સેન્ટર સ્કેમ મારફતે હજારો અમેરિકનોને સેંકડો કરોડ ડૉલરનો ચુનો લગાવ્યો હતો. અભિયોજકોનું કહેવું છે કે, ભારત સ્થિત કોલ સેન્ટરોથી તમામ બોગસ સ્કીમોને લઈને ટેલિફોન કરવામાં આવ્યા અને હજારો અમેરિકનોને ચુનો લગાડ્યો છે, જેમાં ખાસ કરીને બુઝુર્ગ અને ગેરકાયદેસર પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ સ્થિત કોલ સેન્ટરોમાંતી અમેરિકનોને ફોન કરવામાં આવ્યા હતા. ફોન કરનાર લોકોએ પોતાની જાતને અમેરિકાના ઈન્ટરનેશનલ રેવેન્યૂ સર્વિસ અથવા યૂએસ સિટિજેનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસેજના અધિકારી ગણાવીને નાણા મુદ્દે મોટી છેતરપીંડી કરી હતી. ડેટા બ્રોકર્સથી હાંસલ કરવામાં આવેલી સૂચનાઓનો ઉપયોગ કરીને તમામ અમેરિકનોને ચૂકવણી ન કરવા પર ધરપકડ, દંડ અથવા અમેરિકામાંથી બહાર ખસેડવાની ધમકી આપવામાં આવી હતી. પીડિતો આ છેતરપીંડી કરનાર લોકોના સકંજામાં આવી ગયા અને તેમને મજબૂર થઈને પોતાના રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી. અગાઉ 3 અન્ય ભારતીયોને પણ આ છેતરપીંડી અને મની લૉન્ડ્રિંગ સ્કીમ માટે સજા સંભળાવવામાં આવી હતી.