20 lakh advertisements rejected on FB and Insta ahead US Election
  • Home
  • Featured
  • રાષ્ટ્રપતિ ચૂંટણીના રંગમાં રંગાયું અમેરિકા, ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર 22 લાખ જાહેરાતો રદ, જાણો કારણ

રાષ્ટ્રપતિ ચૂંટણીના રંગમાં રંગાયું અમેરિકા, ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર 22 લાખ જાહેરાતો રદ, જાણો કારણ

 | 4:38 pm IST

અમેરિકામાં હાલ રાષ્ટ્રપતિની ચૂંટણી(America Elections 2020)નો માહોલ છે. તેથી વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) અને ડેમોક્રેટ ઉમેદવાર જો બીડેને(Joe Biden) ચૂંટણી પ્રચાર ઝડપી કર્યો છે. જ્યારે બીજી તરફ એવી માહિતી મળી છે કે ફેસબુક(Facebook) અને ઇન્સ્ટાગ્રામ(Instagram) પર 2.2 મિલિયન(22 લાખ) જાહેરાતોને રદ કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ફેસબુકના વાઇસ પ્રેસિડેંટ નિક ક્લેગે(Nick Clegg) જણાવ્યું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર 2.2 મિલિયન(22 લાખ) જાહેરાતો(Advertising)ને રદ કરવામાં આવી છે. સાથે જ 1,20,000 એવી પોસ્ટને પણ હટાવવામાં આવી રહી છે જે વોટિંગમાં અવરોધ ઉભો કરી શકે છે. ઉપરાંત, 150 મિલિયન એવી પોસ્ટને પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે કે જે ખોટી માહિતી ફેલાવી શકે છે.

2016માં ચૂંટણીમાં ફેસબુક પર લાગ્યો હતો ગંભીર આરોપ:

આપને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2016માં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી(US President Election)માં ફેસબુક પર મતદાતાઓને ભ્રમિત કરવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. તે ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણી બાદથી ફેસબુક સતત સાવચેતી રાખી રહ્યું છે. 2016માં બ્રિટેન(Britain)માં પણ લોકમત દરમિયાન આ પ્રકારની સમસ્યાઓ જોવા મળી હતી. રિપોર્ટ મુજબ નિક ક્લેગે કહ્યું કે,‘અમારા પ્લેટફોર્મની સુરક્ષા માટે 35 હજાર કર્મચારી કામે લાગ્યા છે. તેઓ ચૂંટણી(Election)માં પોતાની ભાગીદારી આપી રહ્યા છે. ઉપરાંત, જાણકારી માટે અમે 70 ખાસ મીડિયા ગ્રુપ્સ સાથે પાર્ટનરશિપ પણ કરી છે. જેમાંથી 5 ફ્રાંસમાં છે.’

આ વીડિયો પણ જુઓ: તાપીમાં DEOના ઘરેથી ઝડપાયો દારૂનો જથ્થો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન