૨૦ લાખ કરોડ ડોલરનું દેવું, અમેરિકા ડૂબી રહ્યો છે : ટ્રમ્પ - Sandesh
  • Home
  • World
  • ૨૦ લાખ કરોડ ડોલરનું દેવું, અમેરિકા ડૂબી રહ્યો છે : ટ્રમ્પ

૨૦ લાખ કરોડ ડોલરનું દેવું, અમેરિકા ડૂબી રહ્યો છે : ટ્રમ્પ

 | 3:58 am IST

વોશિંગ્ટન, તા. ૪

અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જ દેશની ઈકોનોમી અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે એક રેલી દરમિયાન જણાવ્યું કે, અમેરિકા પર ૨૦ લાખ કરોડ ડોલરનું દેવું છે. તે ઉપરાંત અનફંડિડ લાયાબિલિટિઝમાં ૧૦૦ લાખ કરોડ ડોલર છે જ્યારે એક વર્ષમાં ૮૦,૦૦૦ કરોડ ડોલરની ટ્રેડ ડેફિસિટ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કોલોરાડોની એક રેલી દરમિયાન આ ખુલાસા કર્યા હતા.

ટ્રેમ્પે જણાવ્યું કે, દુનિયાની સૌથી મોટી ઈકોનોમી હવે હાઈ પેઇંગ સેલેરી નથી આપી શકતી. આપણો દેશ તૂટી રહ્યો છે. આપણા દેશ પર ૨૦ લાખ કરોડ ડોલરનું દેવું છે. તે ઉપરાંત અનફંડેડ લાયાબિલિટિઝ પણ ૧૦૦ લાખ કરોડ ડોલર વટાવી ચૂકી છે. ડોનાલ્ટ ટ્રમ્પે જણાવ્યું હતું કે, વાર્ષિક ડેફિસિટ સાથે અમારું બજેટ અમારા નિયંત્રણમાં નથી.

બિલ અને હિલેરી ક્લિન્ટન પર આરોપ

ટ્રમ્પે જણાવ્યું કે, હિલેરી અને બિલ ક્લિન્ટને ભાષણોમાં ૧૫ કરોડ ડોલર કમાવ્યા હતા. બંનેએ મોટી બેંકોના ૩૯ ભાષણ આપ્યા અને ગોલ્ડમેન સાક્સ પાસેથી ૨૦ લાખ ડોલર પડાવ્યા. આ બંનેને સ્વિસ બેંક પાસેથી ૨૦ લાખ ડોલર મળ્યા હતા.

ટ્રમ્પ પર આવકવેરો નહીં આપવાનો ગંભીર આક્ષેપ

ન્યૂયોર્ક ટાઇમના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, ટ્રમ્પે ૧૯૯૫ની આવક ડીટેલમાં ૯૧.૬ કરોડ ડોલરનું નુકસાન દેખાડયું હતું. રિપોર્ટમાં એ સમજાવવાના પ્રયાસ કર્યા હતા કે, નુકસાનને આધારે આશરે ૧૮ વર્ષ સુધી આવક ટેક્સ આપવાથી બચતા રહ્યા. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સામાન્ય રીતે પોતાના વ્યક્તિગત વિગતો જાહેર કરી દે છે જેથી તમામ બાબતો પારર્દિશતા સાથે આગળ વધે પરંતુ ટ્રમ્પે ઇનકમટેક્સની વિગતો નથી આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન