20 minutes after applying this fruit papaya paste will make skin glow Acne scars removed
  • Home
  • Fashion & Beauty
  • આ 1 ફળની પેસ્ટ લગાવવાથી ત્વચા ચમકી જશે, ખીલના ડાઘ થશે દૂર

આ 1 ફળની પેસ્ટ લગાવવાથી ત્વચા ચમકી જશે, ખીલના ડાઘ થશે દૂર

 | 10:50 am IST

ચહેરામાં પપૈયાના ઉપયોગથી ઇન્સ્ટેંટ ગ્લો મેળવી શકાય છે અને ફેરનેસ માટે ફણ પપૈયાનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આજે અમે તમારી સાથે શેર કરવા જઇ રહ્યા છીએ ખાસ ટિપ્સ. જેના ઉપયોગથી તમે પણ ગ્લો મેળવી શકો છો અને અનેક ઘણા ફાયદાઓ પણ. તો આવો જોઇએ પપૈયાથી થતા ફાયદાઓ…

– જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો તો પપૈયુ તમારા કામની વસ્તુ છે. ખીલ અને ડાઘને ઓછા કવા માટે તે ઉપયોગી માનવામાં આવે છે. કેટલીક વખત ખીલની સમસ્યા ઓછી થઇ ગયા બાદ તેના ડાઘ રહી જાય છે. જેના માટે તમે પપૈયાનો ટૂકડો લઇને ચહેરા મશળી લો. રોજ 20 મિનટ આ કામ કરવાથી તમારો ચહેરા ચમકી જશે.

– ચહેરાની સાથે જ પપૈયું ફાટેલી એડીઓ માટે પણ ઉપયોગી છે. ફાટેલી એડીમાં તેનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. પપૈયાનો ઉપયોગ તમે હેર માસ્ક માટે કરી શકાય છે. જે ડ્રાય વાળને પોષણ આપવાનું કામ કરે છે. પપૈયાના બીજ નીકાળીને તેને એક બાઉલમાં લો અને તેમા અડધો કપ દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 30 મિનિટ સુધી વાળમાં લગાવી રાખો. આમ કરવાથી સ્કેલ્પને પોષણ અને ખોડાની સમસ્યાથી રાહત મળે છે.

– પપૈયામાં ભરપૂર પ્રમાણમાં વિટામીન એ અને પૈપન એન્જાઇ પણ રહેલા છે. પપૈયું ડેડ સ્કિનને હટાવવાનું કામ કરે છે. સાથે જ તે સ્કિનને હાઇડ્રેટ રાખે છે. જો તમે ગ્લોઇંગ સ્કિન ઇચ્છી રહ્યા છો તો તેના માટે તમે પપૈયુ અને મધનો માસ્ક બનાવી શકો છો. અડધો કપ પપૈયું લઇ તેમા ત્રણ ચમચી મધ મિક્સ કરી લો. તેને ચહેરા સહિત ગરદનમાં લગાવી દો. 20 મિનિટ લગાવી રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો.

આ પણ જુઓ : અરવલ્લીમાં ધો.9ની વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન