'I Love Muslim' કહેવું 20 વર્ષની યુવતીને ભારે પડ્યું, આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ‘I Love Muslim’ કહેવું 20 વર્ષની યુવતીને ભારે પડ્યું, આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

‘I Love Muslim’ કહેવું 20 વર્ષની યુવતીને ભારે પડ્યું, આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

 | 9:12 am IST

પોતાના મિત્રની સાથે વ્હોટસએપ પર ચેટિંગ દરમ્યાન ‘આઇ લવ મુસ્લિમ્સ’ કહેવું એક છોકરીને ખૂબ મોંઘુ પડ્યું. મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ છોકરીને ધમકીઓ મળવા લાગી, તેના લીધે તેણે આત્મહત્યા કરવી પડી. બેંગલિરૂના ચિકમંગલૂરમાં બીકોમની વિદ્યાર્થીની ધન્યાશ્રીનો મૃતદેહ શનિવારના રોજ તેના રૂમમાંથી મળ્યો હતો.

કેસમાં સ્થાનિક ભાજપ યુવા વિંગના નેતા અનિલ રાજની ધરપકડ કરી લેવાઇ છે. હજુ પણ બીજા ચાર લોકોની શોધખોળ ચાલુ છે. કહેવાય છે કે આ તમામ એ ધન્યાશ્રી પર માનસિક દબાણ બનાવ્યું હતું, તેના લીધે તેને સુસાઇડ કરવું પડ્યું.

મીડિયા રિપોર્ટ્સના મતે ધન્યાશ્રી પોતાના મિત્રો સંતોષની સાથે વ્હોટએપ પર ચેટિંગ કરી રહ્યાં હતા, આ દરમ્યાન બંનેની ધર્મના મુદ્દા પર વાત થવા લાગી. પરંતુ ધન્યાશ્રી એ કહ્યું કે તેઓ મુસ્લિમોને પસંદ કરે છે ત્યારે તેને લખ્યું કે I LOVE MUSLIMS. ત્યારબાદ સંતોષ એ પ્રો-મુસ્લિમ ભાષા બોલવા પર ધન્યાશ્રી ને ચેતવણી આપી.

સંતોષ એ આ વાતચીતનો સ્ક્રીનશૉટ લીધો અને પોતાના મિત્રોમાં ફેલાવી દીધો. ત્યારબાદ આ સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયો. તેની કિંમત આ છોકરીએ પોતાનો જીવ ગુમાવી ચૂકવવી પડી.

રિપોર્ટસના મતે સંતોષ એ આ સ્ક્રીનશૉટ પોતાના બજરંગ દળ અને વીએચપીના મિત્રોની સાથે પણ શેર કર્યો. ત્યારબાદ અનિલ રાજ સહિત બીજા સાથીઓએ ધન્યાશ્રીના ઘરે જઇને તેને અને તેની માતાને ધમકાવ્યા હતા. બાદમાં ધન્યાશ્રીની કેટલીક તસવીરો પણ વાયરલ કરવામાં આવી. પોલીસને ધન્યાશ્રીના રૂમમાંથી એક સુસાઇડનોટ મળી આવી છે, જેમાં તેને લખ્યું છે કે આ ઘટનાના લીધે તેની જિંદગી અને ભણતાર બર્બાદ થઇ ગયા છે.