Asian Games: દુતીએ 20 વર્ષ બાદ 100 મીટર મહિલા દોડમાં ભારતને અપાવ્યો મેડલ - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • Asian Games: દુતીએ 20 વર્ષ બાદ 100 મીટર મહિલા દોડમાં ભારતને અપાવ્યો મેડલ

Asian Games: દુતીએ 20 વર્ષ બાદ 100 મીટર મહિલા દોડમાં ભારતને અપાવ્યો મેડલ

 | 9:34 am IST

ભારતની સ્ટાર ફર્રાટા દોડવીર દુતી ચંદએ 18મા એશિયન રમતોત્સવમાં મહિલા 100 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે, જે દેશની આ રમતમાં 20 વર્ષમાં પ્રથમ મેડલ છે.

ભારતે એશિયાઇ રમતોત્સવની 10 મીટર મહિલા દોડમાં ગત સમયે 1998માં મેડલ જીત્યો હતો, જ્યારે ઋચા મિસ્ત્રી બ્રૉન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.

સાતમાં નંબરની લેનમાં દોડી રહેલી દુતી 11.32 સેકન્ડનો સમય લીધો હતો, જે 11.29 સેકન્ડના સેકન્ડના તેના રાષ્ટ્રીય રેકોર્ડથી મામૂલી રૂપે ઓછો છે.

બહેરીનની ઓડિયોગ એડિડિયોગએ નજીકના આ મુકાબલામાં 11.30 સેકન્ડના સમય સાથે સ્વર્ણ મેડલ જીત્યો, જ્યારે ચીનની વેઇ યોંગલીએ 11.33 સેકન્ડના સમય સાથે કાંસ્ય પદક મેવ્યો.

તમને જણાવી દઇએ કે, 22 વર્ષની દુતી પોતાના પ્રથમ એશિયાઇ રમતોત્સવમાં ભાગ લઇ રહી છે. આઇએએએફ એ 2014માં પોતાની હાઇપરએડ્રોગેનિઝમ નીતિ અંતર્ગત તેને નિલંબિત કરી દીધી હતી. પરંતુ રમતો આર્બિટ્રેશનમાં અપીલ દાખલ કરી હતી.

હાલમાં જ આઇએએએફના સંશોધિત નિયમ અંતર્ગત દુતી હાઇપરએડ્રોગેનિઝમ નીતિની સીમાથી બહાર રહી હતી, જેના કારણે તેને પોતાનું કરિયર આગળ વધારવાનો મોકો મળ્યો.