તુર્કીના સીરિયામાં પ્રચંડ હવાઈ હુમલામાં 200ના મોત - Sandesh
  • Home
  • World
  • તુર્કીના સીરિયામાં પ્રચંડ હવાઈ હુમલામાં 200ના મોત

તુર્કીના સીરિયામાં પ્રચંડ હવાઈ હુમલામાં 200ના મોત

 | 4:25 pm IST

તુર્કીની સેનાએ સીરિયાના ઉત્તર ભાગમાં આવેલા કુર્દ વાઈપીજી કટ્ટરપંથીઓના વિવિધ લક્ષ્યાંકોને નિશાન બનાવી કરેલા હવાઈ હુમલામાં 200 જેટલા કટ્ટરવાદીઓના મોત થયા છે.

તુર્કી સેનાએ આજે-ગુરુવારે નિવેદન જારી કરી જણાવ્યું હતું કે તુર્કી સેનાના વિમાનોએ કુર્દ વાઈપીજી કટ્ટરવાદીઓના 18 સ્થળોને નિશાન બનાવી 26 હવાઈ હુમલા કર્યા હતાં. આ હુમલામાં નવ ઈમારત, એક બખ્તર ગાડી,, કટ્ટરવાદીઓના ચાર વાહનનો ખુડદો બોલાવી ગયો હતો.

તુર્કી સેનાના આ વિમાની હુમલામાં 160થી 200 જેટલા કટ્ટરપંથીઓના પણ મોત થયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન