2,000 foetal remains found at home of former Indiana abortion doctor
  • Home
  • World
  • અબોર્શન કરનારા ડોક્ટરના ઘરેથી મળ્યા એટલા બધા ભ્રૂણ કે પોલીસની પણ આંખો ફાટી ગઇ

અબોર્શન કરનારા ડોક્ટરના ઘરેથી મળ્યા એટલા બધા ભ્રૂણ કે પોલીસની પણ આંખો ફાટી ગઇ

 | 3:04 pm IST

અમેરિકાના ઇલિનિયોસ પ્રાંતમાં એક ડોક્ટરના ઘરથી 2000થી વધુ ભ્રૂણ મળી આવ્યા છે. ડોક્ટરના ઘરેથી વધુ સંખ્યામાં ભ્રૂણ મળી આવવાથી પોલીસ સાથે જ સ્થાનિક પ્રશાસન પણ દંગ રહી ગયું છે. વિભિન્ન રિપોર્ટ અનુસાર જે ડોક્ટરના ઘરેથી આ ભ્રૂણ મળી આવ્યા છે તેનુ ગત અઠવાડિયે જ મૃત્યુ થઇ ગયુ છે.

આ ડોક્ટર મહિલાઓના અબોર્શન કરાવવાનું કામ કરતો હતો. વિલ કાઉન્ટીના શેરિફ કાર્યાલય તરફથી એક ન્યૂઝ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ડોક્ટર ઉલરિચ ક્લોફરના પરિવારજનોએ ભ્રૂણને લઇ સ્થાનિક પ્રશાસનને સૂચના આપી હતી. શેરિફ કાર્યાલયે જણાવ્યું કે પ્રશાસને ડોક્ટરના ઘરેથી 2246 સંરક્ષિત ભ્રૂણ મળી આવ્યા છે.

જોકે, આ વાતના કોઇ પૂરાવા નથી મળ્યા કે, અહિંયા અબોર્શન કરવામાં આવી રહ્યું હતું. પ્રશાસને આ તમામ ભ્રૂણને પોતાના કબજામાં લઇ લીધા છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ડોક્ટર ક્લોફરનું અવસાન 3 સપ્ટેમ્બરે થયુ હતુ. તેઓ ઇન્ડિયાનાના સાઉથ બેંડમાં એક અબોર્શન ક્લિનિકમાં લાંબા સમયથી કામ કરી રહ્યા હતાં.

ઇન્ડિયાના સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટએ પહેલા પણ આ ક્લિનિક વિરૂદ્ધ નોટીસ જાહેર કરી હતી. ડિપાર્ટમેન્ટને અહિંયા રજિસ્ટ્રેશનમાં ગડબડી, મેડિકલ અબોર્શન સાથે જોડાયેલ પોલિસી સંબંધિત ફરિયાદો મળી હતી. વિભાગે ક્લિનિકને આવશ્યક ડોક્યૂમેન્ટ સાથે જોડાયેલી પ્રક્રિયાને પણ પૂર્ણ નહી કરવાના દોષિત ઠેરવ્યા હતાં. ડોક્ટર કોલ્ફરને ઇન્ડિયાના સૌથી શ્રેષ્ઠ અબોર્શન કરનારા ડોક્ટર માનવામાં આવતા હતા.

આ વીડિયો પણ જુઓ : સુરત શહેર પોલીસ બનશે વધુ આધુનિક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન