2008 Mumbai Attack One Of The Most Notorious Terrorist Attack : China
  • Home
  • Featured
  • ભારતના ‘દબાણવશ’ થઇ ચીને મિત્ર પાકિસ્તાનને ભેખડે ભેરવ્યું, મુંબઇ હુમલાને લઇ આપ્યું મોટું નિવેદન

ભારતના ‘દબાણવશ’ થઇ ચીને મિત્ર પાકિસ્તાનને ભેખડે ભેરવ્યું, મુંબઇ હુમલાને લઇ આપ્યું મોટું નિવેદન

 | 1:19 pm IST

ચીને 2008મા થયેલા મુંબઇ આતંકવાદી હુમલાને સૌથી ખતરનાક હુમલામાંથી એક ગણાવ્યો છે. લશ્કર-એ-તૈયબા એ મુંબઇમાં તાજ હોટલ સહિત કેટલીય જગ્યાઓ પર હુમલા કર્યા હતા, તેમં 166 લોકોના મોત થયા હતા. ચીને શિયાનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમોની વિરૂદ્ધ કરેલી કાર્યવાહીને લઇ નીકાળેલા શ્વેત પત્રમાં કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આતંકવાદ અને અતિવાદ વૈશ્વિક સ્તર પર ફેલાવાથી માનવ સભ્યતા પર ખાસ્સી અસર પડી છે.

‘શાંતિ માટે ખતરો છે આતંકવાદ’
‘આતંકવાદ અને અતિવાદની વિરૂદ્ધ લડાઇ અને શિયાનજિયાંગમાં માનવાધિકારોના સંરક્ષણ’ નામથી પ્રકાશિત આ પત્રને ત્યારે રજૂ કર્યો છે જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી ચીનની યાત્રા પર છે. પત્રના મતે આતંકવાદે દુનિયાભરમાં શાંતિ અને વિકાસ માટે ખતરો ઉભો કર્યો છે. આતંકવાદથી લોકોના જીવન અને સંપત્તિને નુકસાન પહોંચ્યું છે.

શ્વેત પત્રમાં ચીને આતંકવાદની સમસ્યાઓને એવા સમયે ઉઠાવ્યો છે જ્યારે થોડાંક દિવસ પહેલાં જ ચીને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જૈશ સરગના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ગણાવાના પ્રસ્તાવ પર ટેકનિકલ હોલ્ડ લગાવી દીધો. ચીને આ પગલાંને ભારતે નિરાશાજનક ગણાવ્યા હતા.

શ્વેત પત્રના મતે ચીને દરેક પ્રકારના આતંકવાદનો વિરોધ કર્યો છે. સાથો સાથ આતંકવાદની વિરૂદ્ધ લડાઇમાં બેવડું વલણ અપનાવનારાઓનો વિરોધ પણ કર્યો છે. એ પણ કહ્યું છે કે બેઇજીંગ આતંકવાદને કોઇ ખાસ દેશ, સંપ્રદાય કે ધર્મની સાથે જોડીને દેખી શકાશે નહીં. આતંકવાદને મૂળમાંથી ખત્મ કરવા માટે ગરીબી ખત્મ કરવી જરૂરી છે જેથી કરીને તેની સાથે જોડાયેલા લોકોને કોઇ નબળી કડી મળી શકે નહીં.

શ્વેતપત્રમાં કહ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આતંકવાદ અને ચરમપંથે માનવતાને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. ચીનના આ પત્રમાં કહ્યું છે કે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા એ 2008ની સાલમાં મુંબઇમાં જે હુમલો કર્યો હત, તે અત્યાર સુધીના સૌથી કુખ્યાત હુમલામાંથી એક છે.

આપને જણાવી દઇએ કે લશ્કર-એ-તૈયબાના 18 હથિયારબંધ આતંકવાદીઓએ 26મી નવેમ્બર 2008ના રોજ મુંબઇમાં હુમલો કર્યો હતો. તેમાં અમેરિકન નાગરિકો સહિત 166 લોકોના જીવ ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ચીને આની પહેલાં સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ગણાવતા જોડાયેલા પ્રસ્તાવ પર ટેકનોલોજી રોકી દીધો. તેના થોડાંક દિવસ બાદ તેણે શ્વેત પત્ર રજૂ કર્યું છે.

14 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલા થયા હતા, તેમાં 40 જવાન શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદ હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધ્યો છે. 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય લડાકુ વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓ પર કાર્યવાહી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન