૨૦૧ આંકડાની સંખ્યાના ૨૩ વર્ગમૂળ મોઢે શોધી શકો?  - Sandesh
  • Home
  • Kids Corner
  • ૨૦૧ આંકડાની સંખ્યાના ૨૩ વર્ગમૂળ મોઢે શોધી શકો? 

૨૦૧ આંકડાની સંખ્યાના ૨૩ વર્ગમૂળ મોઢે શોધી શકો? 

 | 12:43 am IST

ગણિતનું નામ સાંભળીને જ તમારામાંથી ઘણાં દૂર ભાગતા હશે. તમારામાંથી કેટલાક એવા પણ છે જેમને ગણિત પ્રિય છે. તમે કદી વિચાર્યું છે કે તમને ગણિતમાં બીક કેમ લાગે છે? ખરેખર આંકડાના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાના થાય તો તમને માત્ર ઘડિયા આવડતા હોય અને ગણતરીની કેટલીક પાયાની ટેકનિક ખબર હોય તો તમને જરાય બીક ન લાગે.  દા.ત., ૭, ૬૮૬, ૩૬૯, ૭૭૪, ૮૭૦ ગુણ્યા ૨, ૪૬૫, ૦૯૯, ૭૪૫, ૭૭૯ કરીએ તો જવાબ શું આવે? આ સવાલનો જવાબ તમે કેલ્ક્યુલેટર કે મોબાઇલ વગેરેની સહાય વગર આપી શકશો? કદાચ આપવા પ્રયાસ કરો તો પણ  અઘરું તો છે જ! પરંતુ આપણા દેશમાં એક મહિલા એવાં થઈ ગયાં છે જેમને જીવંત કમ્પ્યૂટર કહેવામાં આવતાં હતાં. ઉપર આપેલી રકમનો ગુણાકાર શકુંતલાદેવી માત્ર ૨૮ સેકન્ડમાં જ કરીને જવાબ આપી શકતાં. એમને કોઈ મશીનની જરૃર નહોતી પડતી.

શકુંતલાદેવી કોણ હતા?  : શકુંતલાદેવી તેમની આ ખુબીના કારણે માનવ કમ્પ્યૂટર તરીકે ઓળખાતાં હતાં. નવાઈની વાત એ છે કે તેમને આ ગુણ કુદરતી રીતે મળ્યો હતો. તેમણે કોઇપણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ લીધું નહોતું. પરંતુ ગમે તેવો અઘરો દાખલો હોય તો પણ કાચી સેકન્ડમાં ગણી આપે. શકુંતલાદેવીએ પછીથી જ્યોતિષ વિદ્યાનો પણ અભ્યાસ કર્યો હતો.  એ વિષય ઉપર પુસ્તકો પણ લખ્યાં હતાં. સમાજ સેવીકા તરીકે પણ નામના મેળવી હતી. શકુંતલાદેવીએ ગણિતને સરળ બનાવવા અને પોતે ગણતરી કરવામાં જે ટેકનિક વાપરે છે એ સમજાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા.

તેમનું જીવન   : શકુંતલાદેવીનો જન્મ ૪ નવેમ્બર ૧૯૨૯માં કર્ણાટક રાજ્યમાં આવેલા બેંગલોર શહેરમાં થયો હતો. તેમનો પરિવાર ગરીબ હતો. તેમના પિતા સરકસમાં હિંચકાના તેમજ દોરડા પર ચાલવાના અને જાદુના ખેલ પણ કરી બતાવતા હતા. જ્યારે શકુંતલાદેવી ૩ વર્ષની જ હતી, ત્યારે તેના પિતા તેને પ્લે કાર્ડનો જાદુ શિખવાડવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે જ તેમણે પોતાની દીકરીમાં રહેલી ગાણિતિક સંખ્યાઓને યાદ રાખવાની ક્ષમતા શોધી કાઢી હતી.  દીકરીની આ ખુબીની ખબર પડતાં પિતાએ સરકસનું કામ છોડી દીધું અને શકુંતલાદેવીને સાથે લઈ ઠેર ઠેર ફરીને શકુંતલાદેવી અઘરામાં અઘરા દાખલા ગણે અને સો વસ્તુની યાદી એક વખત વાંચીને યાદ કરી લે એ જોઈ લોકો મોંમાં આંગળા નાંખી જતા.

વિશ્વની યાત્રા અને ગિનિસ રેકોર્ડ : ધીરેધીરે દુનિયામાં દેવીની આ અમૂર્ત ગણતરીની ક્ષમતા જાણીતી બની. ૧૯૪૪માં તેણે તેના પિતા સાથે લંડનમાં સ્થળાંતર કર્યું. ૧૯૫૦માં તેણે પોતાની ગાણિતિક ક્ષમતાને રજૂ કરવા યુરોપનો પ્રવાસ કર્યો. એક ઇન્ટરવ્યૂમાં તેમનો  જવાબ ઇન્ટરવ્યૂ લેનાર કરતાં અલગ જવાબ આવતો હતો. પણ ચકાસણી થઈ તો શકુંતલાદેવીનો જવાબ સાચો હતો. દેવીએ ફક્ત ૫૦ સેકન્ડમાં ૨૦૧ અંકની સંખ્યાની ૨૩ વર્ગમૂળનો ઉકેલ શોધી દીધો હતો.

દેવીને ખાસ કોણે બનાવી?   : ગરીબ કુટુંબમાંથી આવેલી હોવાને કારણે કોઇ ઔપચારિક શિક્ષણ મેળવી શકી ન હતી. છતાં શકુંતલાદેવીએ યુવાન વયથી જ અકલ્પનીય ગાણિતિક ક્ષમતાઓ દર્શાવી છે. શકુંતલાદેવીએ સતત પોતાની જાત ઔમહેનતથી અને પોતાની આવડતથી આગળ વધતાં રહી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું હતું.