ગુવારસીડ-ગમમાં ૨૦૧૨ની તેજીનું પુનરાવર્તન થશે...? - Sandesh
NIFTY 9,998.05 -116.70  |  SENSEX 32,596.54 +-409.73  |  USD 65.0050 -0.10
1.6M
1M
1.7M
APPS

ગુવારસીડ-ગમમાં ૨૦૧૨ની તેજીનું પુનરાવર્તન થશે…?

 | 5:57 am IST

કોમોડિટી કરંટઃ  કમલ શર્મા

ગુવારસીડ અને ગુવારગમમાં છેલ્લાં કેટલાંક દિવસોથી જોવા મળી રહેલી તેજી બાદ ચર્ચાએ જોર પકડયું છે કે શું ગુવારગમમાં પહેલા જેવી તેજી આવશે કે નહીં. ગુવારસીડમાંથી બનતા ગુવારગમની નિકાસ વર્ષ ૨૦૧૨-૧૩માં ૩.૯ અબજ ડોલર એટલે કે રૂ. ૨૬ હજાર કરોડ રહી હતી, જે તે વર્ષે કૃષિ કોમોડિટીના નિકાસમાં પ્રથમ સ્થાને રહી હતી. આ વર્ષે શેલ ઓઇલમાં શારકામમાં વધારો તથા ક્રૂડના ભાવમાં આગેકૂચને જોતાં ગુવારગમમાં ચમક જળવાઇ રહેશે. ક્રૂડના ભાવ ઘટવાથી ગુવારગમની નિકાસ પણ ઘટી અને કૃષિ કોમોડિટીમાં નિકાસ બાબતે તે દસમાં સ્થાને છે.

જોકે, ફ્ેબ્રુઆરીમાં કોમોડિટી એક્સ્ચેન્જ એનસીડેક્સમાં ગુવારગમના ભાવમાં વધારો શરૂ થયો અને તેમાં ૨૮ ટકાનો વધારો થઇ ચૂક્યો છે. જો નિકાસની વાત કરીએ તો વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિકગાળામાં તેમાં વધારો થયો છે. અમેરિકામાં શેલ કૂવામાં ખનનથી ગુવારગમની નિકાસને બળ મળશે. હાલમાં આ કૂવાઓમાં ખનન વધી રહ્યું છે કારણકે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ બેરલદીઠ ૫૦ ડોલરની ઉપર જળવાયેલા છે.

એન્જલ બ્રોકિંગ કોમોડિટી રિસર્ચના પ્રમુખ અનુજ ગુપ્તાના કહેવા અનુસાર ફ્ેબ્રુઆરીથી ગુવારગમના ભાવમાં વધારો શરૂ થયો છે કારણકે અમેરિકા તરફ્થી માગ સારી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ રિગ્સની સંખ્યામાં વધારો થયો છે.

ડિસેમ્બરમાં ગુવારગમની નિકાસ ૨૩ ટકાના ઊંચા સ્તરે ૪૫,૫૮૫ ટને પહોંચી હતી. આ નિકાસ નવેમ્બરની તુલનામાં ૩૪.૬ ટકા અને ડિસેમ્બર ૨૦૧૫ની તુલનામાં ૨૦ ટકા વધુ રહી છે. ઉલ્લેખનયી છે કે ગુવારની ખેતી ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં થાય છે.

સુપ્રીમ ગમ્સ પ્રાઇવેટ લિમિટેડ જયપુરના મેનેજિંગ ડિરેક્ટર નરેશ જૈનના મત અનુસાર ડિસેમ્બર ૨૦૧૬થી માર્ચ ૨૦૧૭ સુધીમાં ગુવારગમની નિકાસ માગ સારી રહી છે. આ ચાર મહિનામાં દરેક મહિને સરેરાશ ૩૫-૩૬ હજાર ટન નિકાસ થઇ છે, જે અગાઉના સમયમાં સરેરાશ માસિક ૧૮-૨૦ હજાર ટનની આસપાસ રહી છે. જોકે, વર્તમાન નાણાકીય વર્ષમાં નિકાસ પાછલા વર્ષની તુલનામાં વધુ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે હવે ગુવારસીડની સપ્લાયમાં ઘટાડો થયો છે. અગાઉ દૈનિક ૪૦ હજાર બોરીની આવકની સરખામણીમાં હવે આવક ૩૦ હજાર બોરી નોંધાય છે અને આગામી દિવસમાં રવી પાકની આવક વધવાની સાથે ગુવારસીડની સપ્લાય ઘટશે. આ દરમિયાન જેમને ગુવાર ખરીદવી હશે તેમણે ઓછા સપ્લાયને કારણે ઊંચા ભાવે ગુવાર ખરીદવી પડી છે.

બીજી તરફ્ અલ-નિનો આવવાની ખબરથી પણ ભાવમાં મજબૂતાઇ પ્રવર્તી રહી છે. જોકે, અલ નીનો અંગે હજી કંઇપણ સ્પષ્ટ નથી, પરંતુ સટોડિયાઓ તેનો લાભ ઉઠાવે છે. જોકે, આયાતકારો સારી રીતે જાણે છે કે ભારતમાં ગુવારસીડ અને ગુવારગમનો સારો સ્ટોક છે અને એપ્રિલથી જૂનનો સમય ગુવાર માટે સૌથી જોખમી હોય છે, જેમાં ચોમાસાની ચાલ ભાવ નિર્ધારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

રામા ગમ ઇન્ડસ્ટ્રીઝ, ડીસાના મિતુલ શાહને કહેવા અનુસાર ગુવારગમમાં વર્તમાન તેજી માત્ર માગને કારણે છે. હાલના ભાવ નીચા હોવાથી ફ્ૂડ અને ક્રૂડ ઓઇલ સેક્ટરની માગ વધી છે. પાછલા ત્રણ મહિના દરમિયાન સારી માગ અને ખરીદીના સોદાને કારણે ભાવ વધ્યાં છે.

નિકાસ માગથી પણ ભાવને બળ મળ્યું છે અને હાલની તેજી કૃત્રિમ નથી. જોકે, હવે મોટાભાગના સોદા થઇ ગયા છે અને આગામી દિવસની ખરીદી ઉપર ધ્યાન આપવું જરૂરી છે. તેજીને કારણે માગમાં ઘટાડો આવવો સ્વાભાવિક છે.

tables1