૨૦૧૫ની રનર્સ-અપ કિવીનો આજે શ્રીલંકા સામે મુકાબલો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ૨૦૧૫ની રનર્સ-અપ કિવીનો આજે શ્રીલંકા સામે મુકાબલો

૨૦૧૫ની રનર્સ-અપ કિવીનો આજે શ્રીલંકા સામે મુકાબલો

 | 2:41 am IST

। કાર્ડિફ ।

ચાર વર્ષ પહેલાં રનર્સ-અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપમાં શનિવારે કંગાળ ફોર્મના સામનો કરી રહેલી શ્રીલંકન ટીમ સામે રમી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. છ વખત સેમિફાઇનલ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ૨૦૧૫ના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ તેને ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ બ્રેન્ડન મેક્કુલમના સ્થાને કેન વિલિયમ્સનને સુકાની બનાવવામાં આવ્યો હતો પરંતુ ટીમમાં કોઇ મોટો ફેરફાર થયા નથી. છેલ્લા વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ વર્લ્ડ રેન્કિંગમાં બીજા ક્રમાંકે પહોંચ્યું છે પરંતુ સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ભારતે તેને તેની જ ધરતી પર હરાવ્યું હતું.  વર્લ્ડ કપ પહેલાં પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું પરંતુ વિન્ડીઝ સામેની મેચમાં હારી ગયું હતું. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર જેમ્સ ફ્રેન્કલિનને ખાતરી છે કે કિવિ ટીમ પ્રથમ વખત ટાઇટલ જીતી શકે છે. સિનિયર બેટ્સમેન રોઝ ટેલર શાનદાર ફોર્મમાં છે અને તેણે ગયા વર્ષે ૯૦થી વધારેની સરેરાશથી રન બનાવ્યા છે. વિલિયમ્સન તથા ર્માિટન ગુપ્ટિલ પણ ખતરનાક બેટ્સમેન છે. બોલિંગમાં ટ્રેન્ટ બાઉલ્ટ, કોલિન ડી ગ્રાન્ડહોમી તથા ટિમ સાઉથી પર મદાર રહેશે. સ્પિન આક્રમણની જવાબદારી ઇશ સોઢી તથા મિચેલ સાન્તેરન ઉપર રહેશે.

ન્યૂઝીલેન્ડનું પલડું ૧૯૯૬ની ચેમ્પિનય પરંતુ વન-ડે રેન્કિંગમાં નવમા ક્રમાંકે સરકેલી શ્રીલંકન ટીમ પર ભારે જણાય છે. નવા સુકાની દિમુથ કરુણારત્ને ચાર વર્ષ બાદ ટીમમાં પાછો ફર્યો છે અને છેલ્લી નવમાંથી આઠ વન-ડે હારી ચૂકેલી ટીમની જવાબદારી તેની ઉપર છે. ભૂતપૂર્વ સુકાની મહેલા જયવર્દનેએ જણાવ્યું હતું કે શ્રીલંકન ટીમ વર્લ્ડ કપમાં હંમેશાં સારો દેખાવ કરે છે. ટીમમાં કેટલાક ફેરફાર છે. સુકાની લાંબા સમયથી વન-ડે ક્રિકેટ રમ્યો નથી પરંતુ તે શાનદાર ખેલાડી છે. ટીમમાં મેચવિનર ઘણા છે અને અમે પાંચથી છ મેચ જીતીને સેમિફાઇનલ સુધી પહોંચી શકીએ છીએ.

સૌથી ઓછી ઓવરમાં ઓલ આઉટ થવાના મુદ્દે પાકિસ્તાન ત્રીજા ક્રમે

વર્લ્ડ કપમાં સૌથી ઓછી ઓવરમાં ઓલઆઉટ થવાનો રેકોર્ડ બાંગ્લાદેશના નામે છે. તે વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૦૧૧માં ઢાકા ખાતે ૧૮.૫ ઓવરમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

સૌથી ઓછી ઓવરમાં ઓલઆઉટ

૧૮.૫, બાંગ્લાદેશ (૫૮ રન) વિ. વેસ્ટ ઇન્ડીઝ, ઢાકા (૨૦૧૧)

૧૯.૧, ઝિમ્બાબ્વે (૯૯ રન) વિ. પાક., કિંગસ્ટન (૨૦૦૭)

૨૧.૪, પાક. (૧૦૫ રન) વિ. વિન્ડીઝ, નોટિંગહામ (૨૦૧૯)

૨૩.૦, શ્રીલંકા (૧૦૯ રન) વિ. ભારત, જોહાનિસબર્ગ (૨૦૦૩)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;