૨૦૧૭-૧૮ના ચોથા ક્વાર્ટરમાં ૨૫ વિકાસશીલ SMEનું લિસ્ટિંગ થયું   - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ૨૦૧૭-૧૮ના ચોથા ક્વાર્ટરમાં ૨૫ વિકાસશીલ SMEનું લિસ્ટિંગ થયું  

૨૦૧૭-૧૮ના ચોથા ક્વાર્ટરમાં ૨૫ વિકાસશીલ SMEનું લિસ્ટિંગ થયું  

 | 12:12 am IST

SME વોચ :-  મધુ લુણાવત

ફાઇનાન્સ એસએમઇ સેક્ટર માટે સૌથી સંવેદનશીલ પરિબળ છે. ભારતમાં એસએમઇ એક્સ્ચેન્જોનો ઉદ્ભવ ઇક્વિટી કેપિટલના સ્વરૂપે નાણાકીય ભંડોળ એક્ત્ર કરવા માટે વરદાનરૂપ સાબિત થઇ શકે છે. કોઇ પણ બિઝનેસ માટે કામકાજને સરળતાથી ચલાવવા અને વિસ્તરણ કરવા માટે આવશ્યક છે અને આ જ માન્યતા એસએમઇ સેક્ટરને પણ લાગુ પડે છે. એસએમઇ વિવિધ રીતે નાણાં ભંડોળ એદત્ર કરી શકે છે, જેમાં કેટલાંક પરંપરાગત સ્ત્રોત જેવા કે દેવું કે પ્રાઇવેટ ઇક્વિટી અને આજે એસએમઇ પાસે એક નવો વિકલ્પ પણ છે એટલે કે, એસએમઇ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા ભંડોળ ઊભું કરી શકે છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (એસએમઇ)ના લિસ્ટિંગ માટે બે રાષ્ટ્રીય સ્તરના પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યાં છે. જેનાથી એસએમઇ કંપનીઓને પોતાના બિઝનેસ કામકાજ વધારવા માટે એક મજબૂત પ્લેટફોર્મ ઉપલબ્ધ થયું છે અને કંપનીઓ માટે સ્થાનિક અને વિદેશના બજારોમાં બિઝનેસ વધારવાની તકો પણ પ્રાપ્ત થઇ છે.

એસએમઇ કેપિટલ માર્કેટ્સ ૩૫૫ એસએમઇના સફળ લિસ્ટિંગ સાથે પ્રોત્સાહક દેખાવ કર્યો છે. ભારતના એસએમઇ માર્કેટે વૈકલ્પિક કેપિટલ માર્કેટના સ્વરૂપે ઘણી પ્રગતિશીલ ઘટનાઓની સાથે ડ્રાફ્ટ  ફાઇલિંગ સાથે-સાથે લિસ્ટિંગની સંખ્યામાં વૃદ્ધિના મામલે પણ સિમાચિહન રૂપ કામગીરી કરી છે. એસએમઇ કેપિટલ માર્કેટનું કેપિટલાઇઝેશન રૂ.૩૭,૦૦૦ કરોડ છે. સંખ્યા અને તેમના થકી રિટર્નના સંદર્ભમાં ઇન્ડિયન એસએમઇ માર્કેટ વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વધી રહ્યું છે. આ નિશ્ચિત રૂપે એસએમઇ કેપિટલ માર્કેટની વધતી સ્વીકાર્યતા અને વ્યાપકતાને દર્શાવે છે. તેમણે એેસએમઇને માત્ર ભંડોળ એકત્રીકરણમાં મદદની સાથે પોતાની બ્રાન્ડઇમેજ ઊભી કરવામાં પણ મદદ કરી છે.

અત્યાર સુધીમાં ઇન્ડિયન એસએમઇ પ્લેટફોર્મ ઉપર કુલ ૩૫૪ કંપનીઓનું લિસ્ટિંગ થયું છે અને તેમણે સંયુક્ત રીતે રૂ.૩૭૨૫ કરોડની મૂડી ઊભી કરે છે. છેલ્લાં કેટલાંક મહિનામાં ઇન્ડિયન પ્રાયમરી માર્કેટમાં પ્રોત્સાહક કામકાજ જોવા મળ્યાં છે જે માત્ર મોટા આઇપીઓ સુધી મર્યાદિત રહ્યાં નથી. એસએમઇ કંપનીઓના આઇપીઓને પણ સારો પ્રતિભાવ મળ્યો છે.  વર્ષ ૨૦૧૭-૧૮ના ચોથા ક્વાર્ટરમાં પહેલાંથી ૨૫ કંપનીઓનું એસએમઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટિંગ થઇ ચૂક્યું છે અને તે દ્વારા પોતાના બિઝનેસના વિકાસમાં રૂ.૩૫૫ કરોડનું મૂડીભંડોળ એક્ત્ર કર્યું છે.

ભૌગોલિક રીતે જોઇએ તો નવી લિસ્ટેડ કંપનીઓમાં ગુજરાત અને મહારાષ્ટ્રએ પ્રભુત્વ જાળવી રાખ્યું છે. એસએમઇ બજારમાં ગુજરાતની ૯ અને મહારાષ્ટ્રની ૭ કંપનીઓનું લિસ્ટિંગ થયું છે. જેમના દ્વારા બજારમાંથી સંયુક્ત ધોરણે અનુક્રમે રૂ.૯૫ કરોડ અને રૂ.૧૨૬ કરોડનું ભંડોળ એક્ત્ર કર્યું છે.

આ ૨૫ એસએમઇની સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.૧૪૪૨ કરોડ છે. એસએમઇ કેપિટલ માર્કેટમાં એસએમઇ ડ્રાફ્ટ ફાઇલિંગની સંખ્યા વધી હોવાનું દર્શાવે છે. આ કંપનીઓ એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, ટ્રાન્સપોર્ટેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સર્વિસિસ, ટાયર, કન્સ્ટ્રક્શન્સ, ફૂડ પ્રોસેસિંગ, પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ અને ફાર્માસ્યૂટિકલ્સ સેક્ટરમાં કાર્યરત છે.

સાર્વત્રિક રીતે વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ છ મહિનામાં એસએમઇ કંપનીઓ પ્રોત્સાહક ભાગીદારી દર્શાવી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં આઇપીઓની સંખ્યા ૪૬ અને વર્ષ ૨૦૧૬-૧૭માં ૮૦ હતી. જ્યારે વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ માસ ૫૮ એસએમઇ કંપનીના આઇપીઓ આવ્યાં છે. ત્યારબાદ ડિસેમ્બર ક્વાર્ટરમાં નવી ૪૯ એસએમઇ કંપનીઓએ લિસ્ટિંગ દ્વારા બજારમાંથી રૂ.૭૭૮ કરોડનું ભંડોળ એક્ત્ર કર્યું હતું. ૨૫ એસએમઈમાં નવી ૪૯ કંપનીઓનું લિસ્ટિંગ થયું છે. ચાલુ ચોથા ત્રિમાસિક ગાળામાં અત્યાર સુધીમાં ૨૫ એસએમઇ કંપનીઓનું લિસ્ટિંગ થયું છે અને બજારમાંથી રૂ.૩૫૫ કરોડ ઊભાં કર્યાં છે. આ સાથે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન કુલ ૧૩૨ કંપનીઓએ બજારમાંથી રૂ.૧૭૯૦ કરોડની મૂડી એક્ત્ર કરી છે. ઉપરોક્ત આંકડાઓને જોતા વર્ષ ૨૦૧૮માં પણ એસએમઇ કેપિટલ માર્કેટની કામગીરી ઘણી જ પ્રોત્સાહક રહેવાની ધારણા છે.

;