૨૦૧૭ની લેટેસ્ટ ફેશન સેફ્ટી પિન જ્વેલરી! - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • ૨૦૧૭ની લેટેસ્ટ ફેશન સેફ્ટી પિન જ્વેલરી!

૨૦૧૭ની લેટેસ્ટ ફેશન સેફ્ટી પિન જ્વેલરી!

 | 5:39 am IST

ફેશન ફંડા । માલિની રાવલ

જ્વેલરી ડિઝાઈનર નિલમ કોઠારીએ તાજેતરમાં જ મુંબઈની તાજ હોટેલ ખાતે ‘૨૦૧૭ જ્વેલરી કલેક્શનક્ર નામ હેઠળ વિવિધ પ્રકારની લેટેસ્ટ ડિઝાઈનની જ્વેલરી પ્રસ્તુત કરી. આ કલેક્શનમાં જ્વેલરીની એવી કેટલીય ડિઝાઈન જોવા મળી, જે ખરેખર મન મોહી લે તેવી હતી. આ બધામાં સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી સેફ્ટી પિનની બનેલી આકર્ષક જ્વેલરી સેટ. ફરક માત્ર એટલો જ હતો કે સેફ્ટી પિન હોય છે વ્હાઈટ મેટલ અથવા તો ગોલ્ડ મેટલની. ટૂંકમાં સ્ટીલ કે પિત્તળની, પરંતુ આ આભૂષણોનો સેટ સોનાનો હતો.

સેફ્ટી પિનનો ઉપયોગ અત્યાર સુધી આપણે સાડી કે દુપટ્ટો આપણા મૂળ કપડાંને બરાબર રાખે અથવા તો ઈમરજન્સીમાં કોઈ વસ્તુને જોડવા માટે જ આપણે કર્યો છે.

નિલમ કહે છે : આ રીતે મારા બ્લાઉઝ સાથે મેં પહેરેલી સાડીનો છેડો બરાબર ચીટકી રહે તે માટે મારા સંગ્રહમાં રાખેલી સેફ્ટી પિનનો સહારો લેતી હતી તે મારા દિમાગમાં એક તુક્કો સૂઝયો : કેમ આ સેફ્ટી પિનની જ્વેલરી ડિઝાઈન ન કરી શકાય?

નિલમ આગળ જણાવે છે કે : પોલીસ દ્વારા રફ સ્કેચથી સેફટી પિનને ધ્યાનમાં લઈ મેં સૌ પ્રથમ સેફ્ટી પિન એકબીજાથી જોડી નેકલેસ તૈયાર કર્યો, એટલે કે કાગળમાં દોર્યો. આ પછી એ સ્કેચ હું મારા સુવર્ણ કારીગર પાસે લઈ ગઈ. તે પણ મારો આ આઈડિયા જોઈને મલકાયો.

સમય જતાં હાથના કંગન, ગળા માટેના અન્ય ચેન, લટકણિયા વગેરે જ્વેલરી સેટના અન્ય ‘અંગોક્ર તૈયાર કર્યા. આ જ્વેલરીની ખૂબી એ હતી કે મોટે ભાગે સુવર્ણ સિવાય તેમાં મીનાકારી કે ડાયમંડ જડવાનો કોઈ ઉપયોગ કરાયો નથી.

પછી તો બ્રેસલેટ, ઈયર રિંગ, નેકલેસ, રિંગ જેવી એક્સેસરીઝ બનાવી. ઈયર રિંગ અને નેકલેસમાં તો મેં સૌથી વધુ વેરાઈટી બનાવી. સેફ્ટી પિન ઈયરિંગ એવી ડિઝાઈનનું છે કે તે તમે સેફ્ટી પિનની જેમ ખોલીને પહેરી શકો છો. અમુક જ્વેલરી તો માત્ર સેફ્ટી પિનના શેપમાં જ જોવા મળે છે.

શરૂઆતમાં આ જ્વેલરીમાં ગોલ્ડના સહારા સિવાય કશું જ નહોતું, પણ હવે મેં મોતી, સ્ટોન, ડાયમંડ અને કોઈમાં કોપરનો સહારો લીધો છે.

સેફ્ટી પિનમાં બિડ્સ પરોવેલો નેકલેસ તો તમારું દિલ જીતી લેશે.

સેફ્ટી પિન જ્વેલરીમાં બીજી એક આકર્ષક જ્વેલરી એ છે કે સુવર્ણ સેફ્ટી પિનમાં ફંકી અને ટ્રેડિશનલ લુક આપતી બિડ્સ પરોવેલી એ પિન અવનવા શેપમાં છે. જે ટાઈ પિનની માફક તમે પહેરી ટી-શર્ટ ઉપર લગાવી શકો છો.

સેફ્ટી પિન જ્વેલરી જોઈને એક સવાલ ચોક્કસ ઊભો થાય છે કે પહેર્યા પછી નેકલેસ-ઈયરિંગ કે બ્રેસલેટમાંથી કોઈ પણ એક પિન તેમાંથી છૂટી પડી જાય તો?

નિલમ કોઠારી કહે છે કે : સેફ્ટી પિન જ્વેલરી બનાવતા પહેલાં અને તેની ‘સેફ્ટીક્રનો પણ વિચાર કર્યો જ હતો. આમાંની કઈ પિન એટલી આસાનીથી ખૂલીને છૂટી પડી જઈ શકે તેમ નથી, કારણ કે તે બધી પિનોનું લોક વ્યવસ્થિત છે. ઉપરાંત તે એટલી ધારદાર નથી કે તે પહેરનારને ઇજા પહોંચાડી શકે.

૧૮૪૯માં અમેરિકાના સંશોધક વોલ્ટર હન્ટે સેફ્ટી પિન શોધી અને સૌ પ્રથમ તેની પેટન્ટ પોતાના નામે નોંધાવી ત્યારે તેને સપનેય ખ્યાલ નહીં હોય કે સામાન્ય કપડાંને એકબીજાને જોડતી સેફ્ટી પિન એક દિવસ સ્ત્રીઓનું આભૂષણ બનશે!

નિલમ કહે છે : સેફટી પિન જ્વેલરી બનાવીને મેં કંઈકને રાહત દેવડાવી છે, કારણ કે આ જ્વેલરીમાં બહુ સોનું વપરાતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન