2017 North Korean nuke test equal to '17 Hiroshima's': ISRO Study
  • Home
  • Featured
  • ઇસરોનો ચોંકાવનારો દાવો, ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણને લઇને કર્યો ધડાકો

ઇસરોનો ચોંકાવનારો દાવો, ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણને લઇને કર્યો ધડાકો

 | 10:15 am IST

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ વર્ષ 2017માં ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ પરમાણુ પરીક્ષણ પર એક અભ્યાસ કર્યો છે. વૈજ્ઞાનિકોને આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ પરમાણુ પરિક્ષણ 1945માં જાપાનના શહેર હિરોશિમા પર ફેકવામાં આવેલ બોમ્બ કરતાં 17 ગણો વધારે શક્તિશાળી હતો.

આ અભ્યાસનું નેતૃત્વ અમદાવાદમાં ઈસરોના સ્પેશ એપ્લિકેશન્સ સેન્ટના વૈજ્ઞાનિક કેએમ શ્રીજીતે કહ્યું હતું. તેમના મતે ઉત્તર કોરિયાએ વર્ષ 2003માં અણુ અપ્રસાર સંધિ (NPT)થી બહાર થઈ ગયું હતું. ત્યારબાદ તેણે અનેક પરમાણુ હથિયારો વિકસાવ્યા હતા અને પાંચ જેટલા અંડરગ્રાઉન્ડ પરમાણુ પરીક્ષણ પણ કર્યા હતા. તેણે 3 સપ્ટેમ્બર, 2017ના રોજ હાઈડ્રોજન બોમ્બનું પણ પરીક્ષણ કર્યું હતું.

સેટેલાઇટ ડેટાનો ઉપયોગ

આ વૈજ્ઞાનિકોમાં સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટરના જીયોસાયન્સિસ ડિવિઝનના રિતેશ અગ્રવાલ અને એએસ રાજાવતનો સમાવેશ થતો હતો. તેમણે પોતાના અભ્યાસમાં ઉપગ્રહ ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ અભ્યાસ જિયોફિજીકલ જર્નલ ઈન્ટરનેશનલમાં પ્રકાશિત થયો છે. તેમાં વૈજ્ઞાનિકોએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે પારંપરીક રીતે પરમાણુ પરીક્ષણની ઓળખ ભૂકંપની તીવ્રતા માપવા માટે લગાવવામાં આવેલ નેટવર્કથી કરવામાં આવે છે. જોકે, કોરિયાના પરીક્ષણ સ્થળની નજીક ભૂકંપીય ડેટા ઉપલબ્ધ નથી. તેને લીધે ત્યાં થતા પરમાણુ વિસ્ફોટો અને તેની ભયજનકતાને લઈ કંઈ પણ સ્પષ્ટ થતું નથી.

વિસ્ફોટ બાદ 66 મીટર વ્યાસમાં એક મોટો ખાડો બની ગયોઃ વૈજ્ઞાનિક

વૈજ્ઞાનિકે તેમના અભ્યાસમાં જાપાની એલોસ-2 ઉપગ્રહ અને ઈન્સાર નામની ટેકનોલોજીના ડેટાનો ઉપયોગ કર્યો હતો. વૈજ્ઞાનિકોએ ઉત્તર કોરિયાના માઉન્ટ મનતાપ પર સ્થિત પરિક્ષણ સ્થળ પર સપ્ટેમ્બર, 2017ના રોજ વિસ્ફોટના સ્થળની સપાટીના પરિવર્તનને માપ્યું હતું. ઈન્સાર રડારના આ ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો અને નકશો તૈયાર કરવામાં આવ્યો હતો. નવા જે આંકડા મળ્યા તેના પરથી વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પહાડ અડધો મીટર સુધી ધસી ગયો અને સપાટી એક મીટર સુધી ખસી ગઈ હતી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વિસ્ફોટ બાદ 66 મીટર વ્યાસમાં એક મોટો ખાડો બની ગયો હતો. હિરોશિમા પર ફેકવામાં આવેલ બોમ્બ 15 ટનનો હતો જ્યારે ઉત્તર કોરિયાએ 245 થી 271 ટનનો બોમ્બનું પરીક્ષણ કર્યું હતું.

આ વીડિયો પણ જુઓ – નિત્યાનંદ આશ્રમ હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન