2018-19-fastest-growing-major-economy-in-india
  • Home
  • Business
  • મોદી સરકાર માટે ખુશીના સમાચાર, 2018-19માં 7.3 ટકા રહેશે વિકાસ દર

મોદી સરકાર માટે ખુશીના સમાચાર, 2018-19માં 7.3 ટકા રહેશે વિકાસ દર

 | 8:41 am IST

વર્લ્ડ બેન્કે અનુમાન લગાવ્યુ છે કે ભારત 2018-19મા દુનિયામાં સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાવાળો દેશ બનશે. મંગળવારે એક રિપોર્ટમાં વિશ્વ બેન્કે કહ્યુ કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો GDP દર 7.3 ટકા વધશે. જેની સરખામણી ચીનના વિકાસ દર કરતા 6.3 ટકા રહેવાની આશા છે.

ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટસ ડાર્કનિંગ સ્કાઈઝ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ નાણાકીય વર્ષમાં અધિકાંશ વિશ્વની અર્થવ્યવસ્થાઓની ગતી ધીમી રહેશે, જો કે આ રિપોર્ટમાં ભારત અને દક્ષિણ એશિયાઈ ક્ષેત્રના ઉજ્વળ ભવિષ્યને ભાખ્યુ છે.

વસ્તુ એવં સેવા કર એટલે કે GST લાગુ થયા બાદ નરેન્દ્ર મોદી સરકારે નિર્ણય કરતા વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં GSTની શરૂઆત અને નોટબંધીના પગલા બાદ અનૌપચારિક ક્ષેત્રોમાં બદલાવ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

અર્થવ્યવસ્થામાં ફરી આવી તેજી

વર્લ્ડ બેન્ક અનુસાર, ભારતની GDP 2018-19માં 7.3 ટકાના દરથી તેજી આવશે. આ આગામી બે નાણાકીય વર્ષોમાં 7.5 ટકા સુધી પહોંચી જશે. GDPમાં આ વધારો જરૂરિયાત અને રોકાણના પરિણામ સ્વરૂપ છે. નોટબંધી અને GSTના કારણે અસ્થાયી મંદી પછી અર્થવ્યવસ્થામાં ફરી તેજી જોવા મળી છે.

વર્લ્ડબેંક અનુસાર 2017માં ભારતની અર્થવ્યવસ્થામાં GST અને નોટબંધીના કારણે ઘટાડો થયો હતો. 2017માં ચીનનો વિકાસ દર 6.9 ટકા રહ્યો જ્યારે ભારતનો GDP દર 6.7 ટકા હતો. વર્લ્ડ બેક અનુસાર પ્રોસ્પેક્ટ્સના ગ્રૂપ ડાયરેક્ટર અહાન કોસે કહ્યુ કે ભારત ગ્રોથ આઉટલુક હજુ પણ ખુબજ મજબૂત છે. ભારત હવે સૌથી તેજી સાથે વધતી અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.