2018 : આ 6 સમયગાળામાં જન્મેલાઓને વર્ષ નિવડશે ભાગ્યશાળી - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • 2018 : આ 6 સમયગાળામાં જન્મેલાઓને વર્ષ નિવડશે ભાગ્યશાળી

2018 : આ 6 સમયગાળામાં જન્મેલાઓને વર્ષ નિવડશે ભાગ્યશાળી

 | 4:58 pm IST

ઈસુનું નવું આ વર્ષ આ 6 સમયગાળામાં જન્મેલી વ્યક્તિ માટે ભારે નસીબ  લઈને આવ્યું છે. આ સમયગાળામાં જન્મેલી વ્યક્તિને આર્થિક ધનલાભ કે પછી પોતાના ઘરનું ઘર જેવી સુવિધા પ્રાપ્ત થઈ શકે છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોતા સૂર્ય રાશિ અનુસાર આ સમય ગાળામાં જન્મેલા લોકોને લાભ થશે.

1. 14મી એપ્રિલથી 14મી મે( મેષ રાશિનો સૂર્ય)
આ વર્ષ આ સમયગાળામાં જન્મેલી વ્યક્તિ માટે આર્થિક દ્રષ્ટ્રિએ ભારે સુધારાત્મક હશે. નોકરી, વ્યવસાયમાં પગાર વધારો થવાના યોગ છે. જે લોકો મિલકત કે પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતા હશે તેની આ ઈચ્છા આ વર્ષે પૂર્ણ થઈ શકે તેમ છે. આ સમયગાળામાં જન્મેલી વ્યક્તિ પૈતૃક સંપત્તિથી પણ લાભ મેળવે તેવી શક્યતા છે.

2. 16મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર (કન્યા રાશિનો સૂર્ય)
નવું વર્ષ 2018 તમારા માટે બહુ જ ફાયદાકારક નિવડશે. તમારા અટકી પડેલા કાર્યો પૂરા થશે. જેનાથી તમને આવક થશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરો છો તો તેના માટે  આ વર્ષે શુભ યોગ બની રહે છે. જૂના નુકસાનની ભરપાઈ પણ આ વર્ષે થઈ શકે છે. ખર્ચ પર થોડું નિયંત્રમ રાખવું સારું રહેશે.

3. 16મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર (વૃશ્રિક રાશિનો સૂર્ય)
આપના માટે આવનારું વર્ષ મનવાંચ્છિત સફળતા આપનારું નિવડશે. પૈસાના મામલે જો તમે સમજી વિચારીને નિર્ણય લેશો તો ન ધારેલી સફળતા મળી શકે છે. રોકાણોમાં સાવધાની રાખો. અનુભવીથી સલાહ લઈને રોકાણ કરશો તો લાભ મળવાની સંભાવનાઓ છે. તમારું પહેલાનું અટકી પડ઼ેલું ધન પણ પાછું મળશે.

4. 16મી ડિસેમ્બરથી 13મી જાન્યુઆરી (ધન રાશિનો સૂર્ય)
ધન રાશિવાળા માટે આ વર્ષે ધનની કોઈ કમી નહિં હોય. ધનલાભના ભરપૂર અવસર મળવાના યોગ છે. જે યોજનાઓ લાંબા સમયથી અટકેલી પડી છે. તે આ વર્ષે પૂરી થશે. જેનાથી ધનપ્રાપ્તિ થશે. ભૂમિ ભવનથી સંબંધિત કાર્યોમાં સાવધાની રાખશો તો વર્ષ 2018માં કોઈ મોટો ફાયદો થઈ શકે છે. ઘર કે ઓફિસ ખરીદવા ઈચ્છતા હોય તો આ વર્ષે  તે  ઈચ્છા પૂરી થશે.

5. 14મી જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી(મકર રાશિનો સૂર્ય)
મકર રાશિના લોકો માટે વર્ષ 2018 ઉત્સાહથી ભરપૂર રહેશે. આ વર્ષે તમને ધન કમાવાના  ઘણાં અવસર પ્રાપ્ત થશે. જૂની યોજનાઓ કે જે પાર ન પડતી હોય તે પણ આ વર્ષે પૂરી થાય તેવી શક્યતાઓ છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ મોટો ફાયદો મળી શકે છે. જે લોકો નવું ઘર બનાવવા ઈચ્છે છે તે આ વર્ષે પોતાની ઈચ્છા પૂર્ણ કરી શકશે.

6. 14મી માર્ચથી 13મી એપ્રિલ (મીન રાશિનો સૂર્યનો સમયગાળો)
આર્થિક ક્ષેત્રમાં કરવામાં આવેલા કોઈ પણ પ્રયાસો સફળતા આપશે. આવક સંબંધી કોઈ નવો સ્ત્રોત વિકસે. જો ક્યારેય કોઈને ધન ઉધાર આપેલું હોય તો તે પાછું મળી શકે છે. ભૂમિ -ભવન સંબંધિત જો  કોર્ટ કચેરીના ચક્કર કાપવા પડતાં હોય તો તેમાં જીત મળવાના યોગ છે. નોકરીમાં લાભ મળવાના યોગ છે.