2019 Australia election: Polls open for 'generational' vote
  • Home
  • Featured
  • ઓસ્ટ્રેલિયામાં આજે સામાન્ય ચૂંટણી, 95 વર્ષથી છે ફરજિયાત મતદાનનો નિયમ

ઓસ્ટ્રેલિયામાં આજે સામાન્ય ચૂંટણી, 95 વર્ષથી છે ફરજિયાત મતદાનનો નિયમ

 | 7:55 am IST

ઓસ્ટ્રેલિયામાં શનિવારે સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે. વિશ્વભરની લોકશાહીમાં મતદાન પ્રક્રિયા જનતાની ભાગીદારી પર આધારિત છે તેવામાં ઓસ્ટ્રેલિયા સહિત કુલ ૨૩ દેશોમાં અનિવાર્ય વોટિંગની જોગવાઈ છે.

આ દેશોના નાગરિકો માટે મતદાન ફરજિયાત છે, અન્યથા નાગરિક પર દંડ લાદી શકાય છે. ઓસ્ટ્રેલિયામાં ૧૯૨૪માં પહેલીવાર ફરજિયાત મતદાનના નિયમ બન્યા હતા. તે પછી દેશમાં કદી ૯૧ ટકાથી ઓછું મતદાન નથી થયું.

એક અભ્યાસ મુજબ ફરજિયાત મતદાનની જોગવાઈ અમલી બન્યા પછી લોકો રાજકારણમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા થયા.

મતદાન નહીં કરે તો કોર્ટના ચક્કર કાપવા પડશે 

ઓસ્ટ્રેલિયામાં મતદાન માટે મતદાર નોંધણી અને મતદાન બંનેનો કાનૂની ફરજોમાં સમાવેશ થાય છે. અર્થાત ૧૮ વર્ષથી ઉપરના સર્વે માટે મતદાન ફરજિયાત છે. મતદાન ના કરતાં નાગરિક પાસે સરકાર જવાબ માગી શકે છે. સંતોષકારક જવાબ ના હોય તો ૨૦ ઓસ્ટ્રિલિયન ડોલર અર્થાત રૂપિયા ૧,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં મતદાન ના કરનારે કોર્ટના ચક્કર પણ કાપવા પડે છે.

વિરોધીઓ માટે ફરજિયાત મતદાન આઝાદીની વિરુદ્ધ 

ફરજિયાત મતદાનના વિરોધીઓનું કહેવું છે કે લોકશાહીના મૂળભૂત આધાર સ્તંભ તેવી આઝાદીથી આ જોગવાઈ વિપરીત છે. અર્થાત તેમાં નાગરિકની મરજી નથી ચાલતી. સિસ્ટમના સમર્થકો કહે છે કે દેશની રાજકીય સ્થિતિ વિષે નાગરિકો જાગૃત હોવા જોઈએ. ઓસ્ટ્રેલિયામાં ફરજિયાત મતદાનની જોગવાઈ હોવાને કારણે અમેરિકા બ્રિટનની મતદાન ટકાવારી કરતાં ઓસ્ટ્રેલિયાની મત ટકાવારી ઊંચી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન