'2020 Sikh Referendum' app found on Google Play store, protest in India
  • Home
  • Technology
  • ગૂગલ પ્લે સ્ટોર પર ‘2020 Sikh Referendum’ એપને મળી જગ્યા, ભારતમાં થયો વિરોધ

ગૂગલ પ્લે સ્ટોર પર ‘2020 Sikh Referendum’ એપને મળી જગ્યા, ભારતમાં થયો વિરોધ

 | 1:52 pm IST

પાકિસ્તાન સતત ભારત માટે પોતાનો એજન્ડા નક્કી કરવામાં વ્યસ્ત છે. ગુરુ નાનક દેવના 550માં જન્મદિવસ પર હવે ઇન્ટરનેટને એક શસ્ત્ર બનાવવામાં આવી રહ્યું છે. જો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ તો તમને ‘2020 Sikh Referendum’ કરીને એક એપ્લિકેશન મળશે. જણાવી દઈએ કે 2020 Sikh Referendum એક અલગાવવાદી અભિયાન છે જે ખાલિસ્તાનને ભારતથી અલગ કરવાની વાત કરે છે. ભારતનું કહેવું છે કે ભારતમાં કોઈ તેનું સમર્થન નથી કરતું તે પાકિસ્તાની એજન્ડાનું કામ છે.

જો કે આ એપ્લિકેશન હાલ સુધી આશરે એક હજાર લોકોએ ડાઉનલોડ કરી છે અને એક સ્ટાર રેટિંગ પણ છે. જો તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ અને ખોલશો તો તમે જોશો કે તેમાં યુકે, યુએસ, કેનેડા અને પાકિસ્તાન સૂચિબદ્ધ છે. ઘણાં ટ્વિટર વપરાશકર્તાઓએ પણ આ મામલે ગૂગલનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે ગૂગલે પ્લે સ્ટોર પર આવી એપ જગ્યા ન આપી હોવી જોઇએ અને તેને વહેલી તકે દૂર કરી દેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન